ભુજ

ચિંતાજનકઃ કચ્છમાં 24 કલાકમાં ત્રણે જીવન ટૂંકાવ્યુંઃ બે જણે તો યુવાનીમાં પગ મૂક્યો હતો

ભુજઃ લગભગ રોજ કચ્છ સહિત ગુજરાત અને દેશભરમાંથી આત્મહત્યાના સમાચારો આવે છે. ખૂબ ગંભીર બનતો આ વિષય સમગ્ર સમાજ માટે ચિંતાજનક છે.

સરહદી જિલ્લા કચ્છમાં વીતેલા ૨૪ કલાક દરમ્યાન ત્રણ લોકોએ આપઘાત કરી ઈશ્વરે આપેલું મહામૂલું જીવન ટૂંકાવી લેતાં ચકચાર સાથે અરેરાટી પ્રસરી ગઈ છે.

અંજાર તાલુકાના વરસાણામાં હકુભા જેઠુભા વાઘેલા(ઉ.વ.૬૬)એ એસિડ ગટગટાવીને, જ્યારે ભુજ તાલુકાના ગળપાદરના વાડી વિસ્તારમાં રહેનારી ૧૮ વર્ષીય પુષ્પા નાનાભાઈ ભુરિયાએ કપાસમાં છાંટવાની દવા પી લઈને આત્મઘાતી પગલું ભરી લીધું હતું, તેમજ ભચાઉ તાલુકાના ચોપડવામાં ભરત સોઢા ઠાકોર (ઉ.વ.૧૮) નામના યુવાને ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, વરસાણામાં રહેનાર હકુભા વાઘેલાએ ગત રાત્રીના સમયે અગમ્ય કારણોસર એસિડ ગટગટાવી લેતાં તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેમણે ટૂંકી સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા.

આ પ્રકારનો અન્ય બનાવ ગાંધીધામના ગળપાદર ખાતે બન્યો હતો, જેમાં અહીંના વાડી વિસ્તારમાં રહેતી પુષ્પા પગમાં અસહ્ય દુ:ખાવાની બીમારીથી પીડાતી હતી. આ અસાધ્ય તકલીફથી કંટાળીને તેણે કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી મોતનો માર્ગ અપનાવી લેતાં માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાદ હાથ ધરી છે.

આ પણ વાંચો…વિશ્વના શેરબજારમાં હાહાકાર; મસ્ક, અંબાણી, અદાણી સહીત આ અબજોપતિઓની સંપતિમાં મોટું ધોવાણ

વધુ એક આપઘાતનો બનાવ ચોપડવા વાડી વિસ્તારમાં બન્યો હતો. અહીં રહી અને ખેતમજુરી કરનાર ભરત ઠાકોર નામના યુવકે પોતાના ઘરે અગમ્ય કારણોસર દોરી બાંધી ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો.

બીમારી, ગરીબી, બેરોજગારી, પ્રેમ પ્રકરણો કે કોઈપણ જાતનો બોજ કે હતાશા આત્મહ્યાના મુખ્ય કારણો છે. આ સાથે દેખાડાનું જીવન અને ખોટી લાઈફસ્ટાલ પર ડિપ્રેશન તરફ લઈ જાય છે. ઘણીવાર ઘર પરિવારનો જોઈએ તેવો સહકાર મળતો નથી. કૉમ્યુનિકેશનના ઘણા માધ્યમો હોવા છતાં મનની વાત કોઈને કહી શકાય તેવા લોકો ઓછા થઈ ગયા છે. ઘણીવાર પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત ઓછી થતાં પણ આવા બનાવો બને છે. કોઈપણ સ્થિતિમાં આત્મહત્યા સમસ્યાનો ઉકેલ નથી. માનસિક સ્વાસ્થ્ય જો બગતું જણાય તો ડોક્ટરની સલાહ લઈ શકાય.

(નોંધઃ આત્મહત્યાએ કોઈ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ લઈ શકો છો. મદદ માટે કોલ કરો) ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 and 0261 6554050 – વાંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com – TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button