ભુજ

ભુજમાં હિટ એન્ડ રન: પૂરપાટ કારે 4 શ્રમજીવીને કચડ્યા, પોલીસ કારચાલકની શોધમાં

ભુજઃ ભુજમાં રેલવે સ્ટેશન નજીક એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રેલવે સ્ટેશન નજીક એક ઝાર નીચે બેઠેલા 4 લોકોને કાર ચાલકે કચડ્યાં હોવાનું જાણવા મળ્યું છે. પૂરપાટે આવતી કારએ 2 બાળકો સહિત અમદાવાદનાં શ્રમજીવી પરિવારનાં 4 સદસ્યોને કચડ્યા હોવાનું જાણવા મળ્યું છે. હિટ એન્ડ રનની ઘટનામાં એક નાના બાળકનાં પગ કચડાયા છે જ્યારે અન્ય પરિવારનાં સદસ્યોને ઇજાઓ પહોંચી હોવાની સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં છે.

ઈજાગ્રસ્તોને વધારે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં

હિટ એન્ડ રનની ઘટનામાં દોઢ વર્ષનો પરગાસ અને ત્રણ વર્ષનો કબિર રાજા, 60 વર્ષીય નીમાબેન રાજુ બારોટ અને 35 વર્ષીય સરલાબેન પ્રકાશ બારોટ ઈજાગ્રસ્ત થયા છે. જેથી ઈજાગ્રસ્તોને ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં વધારે સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે અકસ્માત અકસ્માત સંદર્ભ તપાસ હાથ ધરી દીધી છે. કાર ચાલક કોણ હતું તેની જાણ નથી થઈ કારણ કે, અકસ્માત સર્જીને કાર ચાલક ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

આપણ વાંચો:  અમદાવાદ પ્લેન ક્રેશમાં Amitabh Bachchanએ પણ ગુમાવી નજીકની વ્યક્તિને, પોસ્ટ કરીને કહ્યું…

ભુજમાં કાર ચાલક અકસ્માત સર્જીને થયો ફરાર

નોંધનીય છે કે, પોલીસે આરોપી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. આવી રીતે હિટ એન્ડ રનની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. કાર ચાલકો આવી રીતે અકસ્માત સર્જીને ભાગી જતા હોય છે. આ પહેલા પણ રાજકોટ, સુરત અને વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં કેટલાક લોકોને મોત થયું હતું. આ ઘટનાના વીડિયો સૌશિયલ મીડિયામાં વાયરલ પણ થયેલા છે. અત્યારે તો સ્થાનિકો આ ઘટનામાં તપાસ કરવા માટે અને આરોપીઓને ઝડપી પાડવા માટે માંગણી કરી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button