ભુજ

જમીન પર ઉદભવેલા દુર્લભ પ્રકારના ડીપ ડિપ્રેશને ગુજરાતને કર્યું જળમગ્ન!

ભુજ: ગુજરાતના મોટાભાગના વિસ્તારોને જળમગ્ન કરી જનારા વરસાદની પાછળ એક વિરલ કહી શકાય તેવી ભૌગોલિક પરિસ્થિતિ જવાબદાર હોવાનું સંશોધકોએ જણાવ્યું છે. ચાલુ મહિનાની ૨૫મી તારીખે હવાના હળવા દબાણની જે પરિસ્થિતિ ઉભી થઇ તે જમીન ઉપર કેન્દ્રિત થયેલી ભૌગોલિક ઘટના છે અને આવી ઘટના છેલ્લા 400 વર્ષના ઇતિહાસમાં માત્ર 15 વખત જ બનવા પામી છે. સામાન્ય રીતે મોસમી સિસ્ટમ સમુદ્રમાં આકાર લેતી હોય છે પણ આ વખતે ઉભી થયેલી આ સિસ્ટમ જમીન પર ઉભી થયેલી ચક્રવાતી સિસ્ટમ છે.

છેલ્લે આ પ્રકારની સિસ્ટમ છેક ઈ.સ 1976ના ગાળામાં નોંધાઈ હતી. હવાના આ હળવા દબાણમાંથી લો પ્રેશર એરિયા અને ત્યારબાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને અંતે ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરનાર આ સિસ્ટમમાં તેના માર્ગ એટલે કે બંગાળના અખાતથી શરૂ કરીને અરબી સમુદ્રની સમાંતરની જમીનો પર ખુબ જ ધીમી ગતિથી ચાલીને જમીન પર કેન્દ્રિત થયેલી આ સિસ્ટમે અરબી સમુદ્રમાંથી મોટા જથ્થામાં ભેજ સંગ્રહિત કર્યો હતો, જેને કારણે આવી સિસ્ટમથી થતા વરસાદ કરતાં 1000 ટકા જેટલો વધુ વરસાદ ગુજરાતમાં અને રાજસ્થાનના ભાગોમાં નોંધાયો છે અને આ સિસ્ટમની અસર હજુ પણ ચાલી રહી છે.

હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી હજુ પણ વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છના માંડવીમાં 9.1 ઈંચ અને મુન્દ્રામાં 4.9 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દ્વારકામાં 4.6 ઈંચ, અબડાસામાં 2.4, અંજારમાં 1.9, લોધીકામાં 1.7, ગાંધીધામમાં 1.5, ભચાઉમાં 1.4, ખંભાળિયામાં 1.3, ભુજમાં 1.3, ચુડામાં 1.3, ચોટીલામાં 1.2, જોડિયામાં 1.1 ઇંચ વરસાદ વરસ્યો છે.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો