ભુજ

કચ્છના પ્રવાસેથી પરત ફરેલો જામનગરનો પરિવાર આવ્યો કોરોનાની ઝપેટમાં, તંત્રમાં દોડધામ

ભુજઃ વર્ષ ૨૦૨૦થી સમગ્ર વિશ્વને બાનમાં લેનારા કોરોના વાયરસના નવા ઓમિક્રોનના સબ વેરિયન્ટ જેએન.૧એ લોકોની ચિંતામાં વધારો કર્યો છે તેવામાં જામનગર શહેરની મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતીના પગલે કચ્છનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે.

એકાદ સપ્તાહ અગાઉ કચ્છમાં ફરવા આવેલો જામનગરનો એક પરિવાર માંડવીના એક ખાનગી રિસોર્ટમાં રોકાયો હતો અને બાદમાં પરત ફરતી વખતે ભુજના સ્મૃતિવનની મુલાકાત પણ લીધી હતી.

કચ્છથી ફરીને જામનગર ગયાં બાદ પરિવારના ૩૭ જેટલા પુરુષ સભ્યોના કોવિડ ટેસ્ટ કરાયાં હતો, જે પોઝિટિવ આવતાં જામનગર મહાનગરપાલિકાએ કચ્છના આરોગ્ય વિભાગને ટ્રેસિંગ કરી જરૂરી અટકાયતી પગલાં લેવા સૂચના આપી હતી.
આરોગ્ય વિભાગની ટુકડી માંડવીના ખાનગી રિસોર્ટ અને ભુજના સ્મૃતિવન મેમોરિયલ ખાતે ધસી ગઈ હતી. રિસોર્ટના તમામ સ્ટાફનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. એ જ રીતે, ભુજના સ્મૃતિવનમાં પણ તમામ સ્ટાફનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.

ઈન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કેશવકુમારે જણાવ્યું કે માંડવી અને ભુજમાં કુલ ૪૬ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને સદ્ભાગ્યે જામનગરના પરિવારના સંપર્કમાં આવેલા વ્યક્તિઓમાં કોવિડ-૧૯ના કોઈ જ પ્રકારના લક્ષણો હજુ સુધી જણાયાં નથી. કોવિડનો આ નવો સ્ટ્રેઈન પ્રમાણમાં માઈલ્ડ હોવાનું અને સામાન્ય શરદીજન્ય અસર સિવાય તેનાથી કોઈ ગંભીર તકલીફ થતી ન હોવાનું કેશવકુમારે ઉમેર્યું હતું.

આપણ વાંચો:  ગુજરાતમાં દેખાશે બુલેટ ટ્રેનની ઝડપ! બુલેટ ટ્રેનની શરૂઆતને લઈને આપી મહત્વની અપડેટ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button