ભુજ

ગાંધીધામમાં મિલકત બાબતે પુત્રએ માતા-પિતા પર હુમલો કર્યો, પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

ભુજ : ગાંધીધામ શહેરના ગુરુકુળ વિસ્તારમાં મિલકત મુદ્દે કળિયુગી પુત્રએ પોતાના માતા-પિતા ઉપર હુમલો કરતાં પંથકમાં ચકચાર પ્રસરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરનાં ગુરુકુળ વિસ્તારમાં મહાદેવ મંદિરની બાજુમાં પ્લોટ 29,મકાન નં.-3,વોર્ડ-7 બીમાં રહેનાર રસીલાબેન અને તેમના પતિ લાભશંકર અબોટી તેમના ઘરે હતા ત્યારે તેમના દીકરા અમિતે મિલકતમાં ભાગ આપવા વિવાદ ઉભો કર્યો હતો.

આપણ વાચો: અમદાવાદના ગુરુકુળમાં પૂર્વી ટાવરમાં 8 મા માળે લાગી આગ, 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું…

પુત્ર વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી

મિલકતમાં ભાગ આપવો કે નહીં એ મુદ્દે પછી વિચારશું તેમ કહીને પિતાએ બીડી માગતાં તમે કાંઇ કમાતા નથી બીડી નહીં મળે તેવું આ અમિતે પોતાના પિતાને કહી પોતાની દીકરીને છીનવી પોતાના પિતા લાભશંકરને ધક્કો મારી નીચે પાડી દીધા હતા.

ફરિયાદી રસીલાબેન વચ્ચે પડતાં આ કળિયુગી પુત્રએ તેમને પણ ઢોરમાર માર્યો હતો અને બંનેને ઘરમાંથી બહાર હાંકી મૂકયા હતા. આ ઘવાયેલા દંપતીને પાડોશીઓ દ્વારા સારવાર અર્થે નજીકની હોસ્પિટલે લઇ જવાયા હતા. પોલીસે હુમલાખોર પુત્ર વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button