વેફરનું પેકેટ લેવા જતા ચાર વર્ષના બાળકનું કરુણ મોત

ભુજ: તહેવારોમાં ચાલી રહેલા સપરમા દિવસો દરમ્યાન બંદરીય કંડલા ખાતે માર્ગ ઓળંગી રહેલા દિલીપ રંજય ઉર્ફે રંજન કોડા નામના ૪ વર્ષના માસુમ બાળકને કાળ બનીને આવી ચઢેલા ટ્રેઇલરે અડફેટમાં લેતાં આ માસૂમ બાળકનું મોત થતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી છે.
કચ્છમાં ડ્રગ્સ પછી હેન્ડ ગ્રેનેડ- કંડલા SEZમાં ગ્રેનેડ મળતા મચી દોડધામ
મરીન પોલીસના જણાવ્યા અનુસાર, આશા વે-બ્રિજ પાસે રહી મજૂરીકામ કરનારો રંજન વીરેન્દ્ર કોડા ગત સાંજે કામ કરી રહ્યો હતો એ દરમ્યાન આ શ્રમિકનો બીજા નંબરનો પુત્ર દિલીપ વેફરનું પડીકું લેવા માર્ગ ઓળંગી રહ્યો હતો ત્યારે પૂરઝડપે આવેલાં ટ્રેઇલર (જી.જે.૩૯ ટી.૨૦૫૫) એ દિલીપને અડફેટમાં લેતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર મળે તે પહેલાં માસૂમે છેલ્લા શ્વાસ લીધા હતા.
મુંદ્રા બંદર પર કલમાર મશીનમાં ઓઇલ લીક થતાં આગ ભભૂકી ઉઠી
પોલીસે બાળકનો જીવ લઇ, વાહન સમેત નાસી છૂટેલા ભારે વાહનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.