આપણું ગુજરાતભુજ

પ્રથમ મહિલા ફાઈટર પાઈલટ મોહના સિંહ નલિયા એરબેઝમાં તૈનાત

ભુજ: ભારતીય વાયુસેનાના તેજસ ફાઇટર સ્ક્વોડ્રનનો ભાગ બનનારા ભારતના પ્રથમ મહિલા પાઇલટ સ્ક્વોડ્રન લીડર મોહના સિંહને કચ્છના અબડાસા તાલુકાના નલિયા સ્થિત વાયુસેનાના મથક નંબર 18માં ફ્લાઈંગ બુલેટ સ્ક્વોડ્રન સોંપવામાં આવી છે. સ્ક્વોડ્રન લીડર મોહના સિંહે તાજેતરમાં સંપન્ન થયેલી તરંગ શક્તિની બહુપક્ષીય હવાઈ યુદ્ધ કવાયતમાં ભાગ લીધો હતો. તેઓ અગાઉ રાજસ્થાનના નાલ ખાતે આવેલી નંબર 3 ફાઇટર સ્ક્વોડ્રનમાં મિગ-21 લડાકુ વિમાનના પાઇલટ તરીકે તૈનાત હતાં.

કેન્દ્ર સરકારે પ્રાયોગિક ધોરણે મહિલાઓ માટે ફાઇટર સ્ટ્રીમ બનાવવાનું નક્કી કર્યાના માત્ર એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં, તેઓને વર્ષ ૨૦૧૬માં ભારતીય વાયુસેનામાં કમિશન કરવામાં આવ્યા છે.

બે વર્ષ અગાઉ સંરક્ષણ મંત્રાલયે ઈંડિયન એરફોર્સમાં મહિલા ફાઇટર પાઇલટ્સને સામેલ કરવા માટેની પ્રાયોગિક યોજનાને કાયમી યોજનામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો હતો.ગત ૩૦મી મે 2019ના રોજ, મોહના સિંહ ‘હોક’ એરક્રાફ્ટ પર ઉડાન ભરનાર ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા પાઈલટ બન્યાં હતાં અને ‘નારી શક્તિ એવોર્ડ-2020′ જીતનાર ત્રણ ફ્લાઇટ લેફ્ટનન્ટમાં તેઓ સામેલ હતાં.

ભારતીય વાયુસેનામાં સામેલ કરાયેલી પ્રથમ ત્રણ મહિલા ફાઇટર પાઇલટની કચ્છમાં નિયુક્તિ થવી એ બાબત ગુજરાત માટે ગર્વ લેવા જેવી છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…