
ભુજઃ આ વર્ષની વર્ષાઋતુના પ્રારંભે જ ગુજરાતમાં વરસેલા અતિભારે વરસાદે હાલ વિરામ રાખી દેતાં ખેડૂતો નિંદામણ, વિખેડા, દવા છંટકાવ સહિતના કાર્યોમાં વ્યસ્ત બન્યા છે. કચ્છમાં અત્યારસુધી થયેલા સચરાચર વરસાદથી કપિત જમીનોમાં ૭૦થી ૮૦ ટકા વાવણી પૂર્ણ કરી લેવાઈ છે જેમાં મગફળી, મગ, જુવાર, ગુવાર સહિતના પાકોનું વાવેતર મુખ્ય છે. આગામી શ્રાવણી તહેવારોની ઉજવણીના આગોતરા ઉત્સાહ વચ્ચે સીમાડામાં, ડુંગરો-કોતરોએ પ્રકૃતિની લીલી ચાદર ઓઢી લીધી છે.
આપણ વાંચો: સુરતના ટ્રકડ્રાયવરને પત્નીની ફેક એક્ટિંગ નડી ગઈઃ આવું નાટક કરી લીધો ભોળા મિત્રનો જીવ
ખેડૂત અગ્રણી હરદાસભાઈ પાસ્તાએ જણાવ્યું હતું કે, કચ્છના અબડાસા જેવા કાંઠાળ વિસ્તારમાં મગફળીનું વાવેતર સમયસર વરસાદના લીધે વધારે પ્રમાણમાં થયું છે. અત્યારે છૂટા-છવાયા ઝાપટાં વચ્ચે વરસાદે વિરામ રાખતાં પિયત જમીનોમાં હાલ વાવણી ચાલુ છે. જ્યાં વાવણી સમયસર થઈ હતી, તેમાં નિંદામણ-વિખેડા ચાલુ છે. આ કામ પૂર્ણ થતાં આગામી સમયમાં મેઘકૃપા થશે તો પાક ૭૦થી ૮૦ ટકા જેટલો થઈ જાય તેવી આશા સાથે ખેડૂતો ખેતરોમાં વ્યસ્ત હોવાનું તેમણે ઉમેર્યું હતું.