મ્યાનમારમાં ફરી 7.7ની તીવ્રતાનો ભુકંપઃ કચ્છમાં પણ અનુભવાયો ઝટકો | મુંબઈ સમાચાર
ભુજ

મ્યાનમારમાં ફરી 7.7ની તીવ્રતાનો ભુકંપઃ કચ્છમાં પણ અનુભવાયો ઝટકો

ભુજઃ આપણા પાડોશી દેશ મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ ફરી આવતા તેની અસર બાંગ્લાદેશ સહિત કચ્છ સુધી અનુભવાઈ છે. બાંગ્લાદેશના ઢાકા અને ચિત્તાગોંગ સહિત બાંગ્લાદેશના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. બાંગ્લાદેશ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપ બપોરે 12:25 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ બાંગ્લાદેશ સરહદ નજીક મ્યાનમારના મંડાલયમાં હોવાનું જાણવા મળ્યું છે.

આ સમય દરમિયાન કચ્છ જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભચાઉ નજીક 12:41 મિનિટે 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 12 કિમી દૂર નોંધાયું હતું. આ વિશે વિશેષ માહિતી મળી નથી. કચ્છ ઉપરાંત ભારતના મેઘાલયમાં પણ ભુકંપના ઝટકા અનુભવાયા હતા.

ભૂકંપનું કેન્દ્રબિંદુ ઢાકાથી 597 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે. USGS અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના સાગાઈંગથી 16 કિલોમીટર ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ કારણે, બાંગ્લાદેશના ઘણા ભાગોમાં ભૂકંપ અનુભવાયો હતો.

7.7નીતીવ્રતા ઘણી જ ગંભીર માનવામાં આવે છે. થોડા મહિનાઓ પહેલા મ્યાનમારમાં ભયાનક ભુકંપ આવ્યો હતો અને બહુ મોટી જાનહાની થઈ હતી.

આ પણ વાંચો…સતત બીજા દિવસે ધ્રુજ્યું દિલ્હી: સાંજે આવેલા 3.7ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ગભરાટ

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button