ડ્રગ્સનો આરોપી ઈન્દોરથી ઝડપાયો અને એ પણ કરોડના ડ્રગ્સ સાથે

ભુજઃ ગત વર્ષ ૨૦૧૯માં કચ્છના અદાણી મુંદરા બંદર પરથી ડીઆરઆઈ દ્વારા પકડી પાડવામાં આવેલા ૨૧ હજાર કરોડની કિંમતના ત્રણ હજાર કિલો હીરોઈન પ્રકરણની તપાસ હજુ સુધી જારી છે તેવામાં મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાંથી પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડીકેટ સાથે જોડાયેલા વસીમ ઉર્ફે બાબા નામના શખ્સ તેમજ અન્ય બે ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે. તેમની પાસેથી એક કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ મળ્યું હોવાના પણ અહેવાલો છે.
એમ.ડી ડ્રગ્સના તસ્કર આરોપી વસીમ ઉર્ફે બાબા સથે જોડાયેલા એક ડઝન જેટલા પેડલર્સ નવાબોના આ શહેરના આઝાદ નગરમાં રહીને દેશવ્યાપી નેટવર્ક ઉભુ કરી લીધુ હતું. ભોપાલ પોલીસે વસીમ ઉપર ૧૦ હજારની ઈનામની ઘોષણા સુદ્ધા કરી હતી.
ઇન્દોર પોલીસે જણાવ્યું હતું કે, ૩૮ વર્ષીય વસીમ ઉર્ફે બાબાએ દસ વર્ષથી એમડી ડ્રગ્સની તસ્કરી શરૂ કરી વ્યવસ્થિત નેટવર્ક બનાવી લીધુ હતું. આરોપી સામે અડધા ડઝન પેડર જોડાયેલા હતા, તેના પર ૨૧ જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. રાજસ્થાનમાં પણ ડ્રગ્સની તસ્કરી માટે તે આરોપી છે, અને રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલ મોકલી અપાયો હતો.
ગુજરાતના કચ્છ જિલ્લાના મુંદરા અદાણી પોર્ટ પર ત્રણ હજાર કિલો કોકેઈન, હેરોઈન અને એમડી ડ્રગ્સ પકડવાના રાષ્ટ્રીય સ્તરે ચકચારી બનેલા કેસમાં વસીમ બાબાનું કનેક્શન હોવાનું સામે આવ્યું છે, જે આધારે ગુજરાત એટીએસએ પણ કેસ નોંધીને તેને ફરાર ઘોષિત કર્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો: દીકરીના પ્રેમીના પિતાને મારી નાખનાર મહિલાઓએ તલાટીને એસિડ ફેંકવાની આપી ધમકી