Kolkata Rape-Murder: રાષ્ટ્રવ્યાપી બંધમાં કચ્છના તબીબો જોડાયા: તમામ હોસ્પિટલો સજ્જડ બંધ

ભુજ: કોલકાતાની જાણીતી આર.જી. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરનારી તાલીમી તબીબ ઉપર સામુહિક દુષ્કર્મ ગુજારી કરપીણ હત્યા કરી દેવાયાની ઘૃણાસ્પદ ઘટનાને પગલે હાલ સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આઈએમએના રાષ્ટ્રવ્યાપી બંધ ના પગલે શનિવારે સવારે છ વાગ્યાથી રવિવાર સવારે છ વાગ્યા સુધી આઈએમએ ભુજ સાથે જોડાયેલા તબીબો આપાતકાલીન સિવાયની આરોગ્ય સેવાઓથી અળગા રહીને ભુજની જી.કે જનરલ હોસ્પિટલના તબીબોએ સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની જાણીતી આર.જી. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરનારી તાલીમી તબીબ ઉપર સામુહિક દુષ્કર્મ ગુજારી કરપીણ હત્યા કરી દેવાયાની ઘૃણાસ્પદ ઘટનાને પગલે હાલ સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળી રહયો છે અને IMAના રાષ્ટ્રવ્યાપી આદેશના પગલે શનિવારે સવારે છ વાગ્યાથી રવિવાર સવારે છ વાગ્યા સુધી આઈએમએ ભુજ સાથે જોડાયેલા તબીબો આપાતકાલીન સિવાયની આરોગ્ય સેવાઓથી અળગા રહ્યા હતા અને ભુજની જી.કે જનરલ હોસ્પિટલના નિવાસી અને તાલીમી તબીબોએ સુત્રોચ્ચાર સાથે આ ઘટનાને લઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
આ ઘટનાના કસુરવારોને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન ઘટે એ માટે સલામતી માટે ખાસ કાયદો ઘડી તેનો અમલ કરાય તેવી માંગણી કરાઈ હોવાનું ઈન્ડીયન મેડિકલ એસોસિએશન ભુજના પ્રમુખ ડો. નરેશ ભાનુશાલી અને મંત્રી ડો. મીત રામાણીએ જણાવ્યું હતું. દેશને શર્મસાર કરનારી આ ભયાનક ઘટનાનો વિરોધ કરવા માટે આઈએમએ ભુજ સાથે જોડાયેલા ૨૮૦ જેટલા તબીબો ૨૪ કલાક માટે ઓપીડી સેવાથી અળગા રહ્યા હતા અને એક મહારેલી યોજી કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.