ભુજ

ભુજમાં લાખોના નફાની લાલચે વધુ એક શિકાર: સાયબર ઠગ ટોળકીએ નોકરિયાત યુવકના ૧૬ લાખ સાફ કર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ ફાસ્ટ ઈન્ટરનેટના આજના ‘ડિજિટલ એરા’માં નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધીનાઓ સતત ઓનલાઇન ઠગીના શિકાર બની રહ્યા છે અને ખાસ કરીને ભારતીય શેરબજારમાં ઓપશન ટ્રેડિંગ, બલ્ક ટ્રેડિંગ, ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ પ્રત્યે રોકાણકારોમાં રુચિ વધવાની સાથે ટીપ આપીને વધુ નફો કમાવી આપવાના નામે બની બેઠેલા ટ્રેડિંગ ગુરુઓ કમ ઓનલાઇન ચીટરોનો વ્યાપ પણ સતત વધી રહ્યો છે તેવામાં ભુજ શહેરના નોકરિયાત યુવક સાથે શેરબજારમાં નફો કમાવી આપવાના બહાને સાયબર ક્રિમિનલોએ રૂા.૧૬ લાખની છેતરપિંડી આચરતાં ભારે ચકચાર પ્રસરી જવા છે.

આ ફ્રોડ અંગે મૂળ અબડાસા તાલુકાના મંજલ રેલડિયાના હાલ ભુજ રહેતા અને ખાનગી નોકરી કરતા અજિતસિંહ ખેંગારજી જાડેજાએ ભુજ બોર્ડર રેન્જના સાયબર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તા. ૨૧-૪ના તેની જાણબહાર એક વોટ્સ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. આ ગ્રુપના એડમિન એવા આદિત્ય શર્મા અને સાઇ મરાઠાવાળાએ પોતાની `દક્ષી એલાઇટ ઇન્વેસ્ટમેન્ટ સર્ક’ નામના ફર્મ તરફથી હોવાની ઓળખ આપી હતી.

તેમનું આ કહેવાતું ફર્મ સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ તથા આઇપીઓને લગતા કામમાં માર્ગદર્શન આપવાનું કામ કરે છે તેમ જણાવાયું હતું. આ ગ્રુપમાં આવતાં રહેતા સંદેશાઓ જોતા રહેતા હતા. ત્યારબાદ ગત તા. ૪-૭ના રોજ શેરબજારમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં એડમીન દ્વારા ‘ફિઇર્સ મેકસ’ નામના થર્ડ પાર્ટી સોફ્ટવેરની તેમને લિંક મોકલવામાં આવતાં આ સોફ્ટવેરને સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી, રજિસ્ટ્રેશન માટેની જરૂરી અંગત માહિતી ભરી હતી અને પ્રથમ રૂા. પાંચ હજારનું રોકાણ કરતાં ફાયદો થયો હતો. જે વિડ્રોલ કરાવતાં ખાતામાં જમા પણ થયા હતા.

વિશ્વાસ આવતાં ફરિયાદીએ બાદમાં બે માસ દરમ્યાન જુદા જુદા ટ્રાન્ઝેક્શન કરીને કુલ મળીને રૂા. ૧૬,૦૫,૪૯૦નું રોકાણ કર્યું હતું. આ બાદ આઇપીઓ ભરવાની સલાહ આપતાં ફરિયાદી સહમત થયા હતા, પરંતુ એપની વોલેસ પૂરતી બેલેન્સ ન હોવાથી ના પાડી હતી. આથી તેઓએ એપમાંથી લોન લેવાનો વિકલ્પ આપતાં લોન લેતાં ૧૮ લાખની રકમ લોન પેટે વોલેટમાં જતા થઇ હતી અને આઇપીઓ ભરતાં તે લાગ્યો હતા. જેમાં સારો એવો ‘પ્રોફિટ’ જમા થયો હતો. ફરિયાદીને રૂપિયાની જરૂરત હોતાં વિડ્રોલ કરવા જતાં વિડ્રોલ થયા ન હતા. પૂછપરછ કરતાં તમારું પેમેન્ટ કંપનીની એડવાઈઝરી કમિટી સમક્ષ છે અને ત્યાંથી એપ્રુવલ મળ્યાં બાદ નાણાં વિડ્રો કરાવી શકશો તેવા બહાના કર્યાં હતાં

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું પામી ગયેલા તબીબે ગત ૨૦ એપ્રિલના રોજ ઓનલાઈન સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફરિયાદ આપી જેના પગલે બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વીતેલા છ માસ દરમ્યાન મૂળ કોલકાતાના અને કચ્છના આદિપુર મધ્યે એક ખાનગી કંપનીમાં એચ.આર મેનેજર તરીકે ફરજ બજાવનારા આધેડ સાથે પણ આ જ રીતે શેર બજારમાં નફો કમાવવાના નામે ૩૦ લાખથી વધુની ઠગાઈ સાયબર ક્રિમિનલો દ્વારા આચરવામાં આવી હતી. તેમજ ભુજ શહેરના જાણીતા તબીબ સાથે શેરબજારમાં નફો કમાવી આપવાના બહાને સાયબર ક્રિમિનલોએ ૩૫ દિવસના ટૂંકા સમયગાળામાં રૂા.૪૧ લાખની છેતરપિંડી આચરી હતી. સાયબર પોલીસે આવા બની બેઠેલા ટ્રેડિંગ ગુરુઓથી સાવધાન રહેવા અને ઓથોરિટીને રિપોર્ટ કરવા નાગરિકોને અપીલ કરી છે.

આપણ વાંચો:  31 ડિસેમ્બર પહેલા દારૂની કિંમતમાં ઉછાળો, ગિફ્ટ સિટી બાદ હવે સરકારની ક્યાં છે નજર?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button