ભુજમાં સતત ભયસૂચક સાયરનઃ હવે ભુજના લોરિયા પાસે પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું

ભુજઃ ભારત-પાકિસ્તાન વચ્ચે હવે જયારે લગભગ પૂર્ણ કક્ષાનું યુદ્ધ શરૂ થઇ ચૂક્યું છે ત્યારે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરની સરહદથી તેના કબ્જા હેઠળના કાશ્મીર સીમાએ તેમજ પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમી સીમાડા પરની ગુજરાતની કચ્છ અને બનાસકાંઠા સરહદો પર પણ નાપાક હુમલાના પ્રયાસો કર્યા છે પરંતુ તેનો એક પણ પ્રયાસ કારગત નિવડયો નથી. આજે શનિવારે કચ્છના અબડાસા વિસ્તારમાં બે, ભુજ તાલુકામાં એક અને આદિપુરમાં એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો: કાશ્મીરમાં LoC નજીક જોવા મળ્યા પાકિસ્તાની ડ્રોન, સૈન્યએ કર્યું ‘આ’ પરાક્રમ
કચ્છમાં સતત વાગી રહેલા ભયસૂચક સાયરનો વચ્ચે અબડાસાના સાંઘીપુરમ પાસે અને ભુજના નાગોર ગામે પણ એક સામેપારથી આવેલા ડ્રોનને નષ્ટ કરી દેવામાં આવ્યું છે
દરમ્યાન, કચ્છના સીમાવર્તી ગામોમાં જડબેસલાક બંધ પાડવામાં આવ્યું છે અને લોકોને તત્કાલિક પોતાના ઘરે જ રહેવાની અપીલ કરવામાં આવી છે.