કચ્છભુજ

Tourism: દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષનાર ‘રણોત્સવ’નો રંગારંગ પ્રારંભ; શું છે વિશેષતાઓ..

ભુજ: અનેક પ્રાકૃતિક વિષમતાઓથી ભરેલા કચ્છમાં પ્રવાસીઓને આકર્ષનારા ‘રણોત્સવ’નો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. રણ ઉત્સવ તેના કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક વારસા માટે પ્રખ્યાત છે. વિશ્વ વિખ્યાત કચ્છના મોટા રણમાં યોજાતો આ ઉત્સવ દર વર્ષે શિયાળામાં પૂર્ણિમાની રાત્રે શરૂ થાય છે. આજે 11 નવેમ્બરના રોજ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષનાર રણોત્સવનો પ્રારંભ થયો છે. જે 15 માર્ચ 2025 સુધી ચાલશે. આવો જાણીએ શું છે આ રણોત્સવની વિશેષતા.

આ પણ વાંચો: કચ્છ નહીં દેખા તો ક્યા દેખાઃ કરાવો બુકિંગ, રણોત્સવની આવી ગઈ છે તારીખ…

જાણે ચંદ્ર પર હોવાનો થશે અનુભવ:
વિશ્વના અન્ય રણ કરતાં કચ્છનું રણ ઘણું વિશેષ છે અને કચ્છના રણની વિશેષતા છે તેની ચમકતી સફેદ રેતી. આ રણની પ્રાકૃતિક સુંદરતા પણ અનોખી છે, જ્યાં દૂર-દૂર સુધી ફેલાયેલી રણની ચંદ્ર જેવી સફેદી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. ખાસ કરીને સૂર્યોદય અને સૂર્યાસ્ત દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશ સફેદ રેતી પર પડે છે ત્યારે તે એક અદ્ભુત દૃશ્ય ખડું કરે છે.

કચ્છની ભાતીગળ સંસ્કૃતિની ઝલક:
દર વર્ષે યોજાતા રણોત્સવમાં કચ્છના સાંસ્કૃતિક વારસાની ઝલક દેખાઈ આવે છે. અહી પ્રવાસીઓને કચ્છની ભાતીગળ સંસ્કૃતિ, કલા, સંગીત અને સ્થાનિક હસ્તકલાનો અનોખો સંગમ અહીં જોવા મળે છે. આ ઉત્સવ કચ્છની ભાતીગળ પરંપરાઓને જીવંત બનાવે છે અને ભારતના વિવિધ ભાગોમાંથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. રણોત્સવ દરમિયાન પ્રવાસીઓને ગુજરાતના પરંપરાગત લોકનૃત્ય અને સંગીતનો આનંદ માણવા મળે છે.

આ પણ વાંચો: Kutch Rann Utsav 2024: 11 નવેમ્બરથી કચ્છ રણોત્સવનો પ્રારંભ, જાણો ટેન્ટના ભાવ અને ફરવા લાયક સ્થળોની માહિતી

કેમ્પ સાઇટનો અવિસ્મરણીય અનુભવ:
રણોત્સવ દરમિયાન પ્રવાસીઓને આલીશાન ટેન્ટમાં રહેવાની તક મળે છે. આ તંબુઓ રણની મધ્યમાં પ્રવાસીઓને કેમ્પિંગનો અવિસ્મરણીય અનુભવ કરાવે છે. અહી પ્રવાસીઓ રણની સુંદરતાનો સંપૂર્ણ આનંદ માણી શકે છે. વળી અહીંયા સફેદ રણમાં ઊંટની સવારી મુખ્ય આકર્ષણ છે. ઊંટ પર સવારી કરતી વખતે દૂર દૂરના રણનો નજારો વધુ અદ્ભુત દેખાય છે.

હસ્તકળા અને ગુજરાતી ભોજનનો લ્હાવો:
કચ્છ તેના ભાતીગળ ભરતકામ, હાથવણાટ અને માટીની કલાકૃતિઓ માટે પ્રખ્યાત છે. અહીંની બજારોમાં પ્રવાસીઓને જુદીજુદી હસ્તકલાની ચીજો જોવા અને ખરીદવા મળે છે. કચ્છના કલાકારો તેમના અનન્ય કલાત્મક કૌશલ્યથી ભાતીગળ વસ્ત્રો, આભૂષણો અને સુશોભનની વસ્તુઓને જીવંત બનાવી છે. વળી આ સાથે જ તમને રણોત્સવમાં ગુજરાતી ભોજનનો પણ અનેરો લ્હાવો મળે છે. ઢોકળા, થેપલા, ખાંડવી જેવી પરંપરાગત વાનગીઓ અહીંના લોકોની આતિથ્યની ઝલક આપે છે.

આ પણ વાંચો: Kutch Rann Utsav 2024: પશ્ચિમ રેલવે  ભુજ માટે ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, જાણો તારીખ અને સમય

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button