ભુજ

ભારત-પાકિસ્તાન સરહદે વરસાદી ઝાપટાંથી રણમાં કાદવ-કીચડ સર્જાતા BSF જવાનોને હાલાકી

ભુજ : અરબી સમુદ્ર પર એક વધુ વરસાદી સિસ્ટમ પહોંચી હોય કચ્છમાં તેની અસર હેઠળ આજ સવારથી જ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાઓનો દૌર ચાલુ રહ્યો છે. આજે મેઘરાજાએ પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ એમ બંને વિસ્તારોમાં, ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ભૂમિ સરહદ નજીકના ગામોમાં અને કચ્છના નાના રણના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસાવીને હાજરી પૂરાવી છે.

આ વરસાદી ઝાપટાઓથી રણ વિસ્તારમાં કાદવ-કીચડનો માહોલ સર્જતાં સરહદી સલામતી દળના જવાનોને ફુટ પેટ્રોલિંગમાં તકલીફ પડી રહી છે અને કેટલીક ચોકીઓ પરના જવાનોને ટ્રેકટરથી પેટ્રોલિંગ કરવાની ફરજ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે પૂર્વ કચ્છના રાપર પંથકની વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા, ગઢડા, ખડીર, જનાણ, રતનપર, બાંભણકા તેમજ એકાવાંઢ, વ્રજવાણી તેમજ રાપર સહિતના વિસ્તારોમાં અડધાથી એક ઇંચ વરસાદ નોંધાયો છે.

પૂર્વ કચ્છના વાગડ પંથક તરીકે ઓળખાતા આ પંથકમાં હજુ વરસાદની અછત હજુ વર્તાઈ રહી છે. તો બીજી તરફ, પશ્ચિમ કચ્છમાં પણ સરહદી તાલુકા અબડાસા અને લખપત વિસ્તારમાં પણ એકથી બે ઇંચ જેટલો વરસાદ થવા પામ્યો છે. અબડાસા તાલુકાના નલિયા ઉપરાંત ભાનાડા, કંકાવટી,છાદુરા, તેરા, બીટા, હમીપર, કેરવાઢ, કોશા, બુટા, ઐડા, કોઠારા, વરાડિયા જેવા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, જો કે આ વિસ્તારમાં અત્યારસુધી સચરાચર વરસાદ થઇ જતાં હવે થોડા દિવસો માટે વરાપ નીકળે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.

બીજી તરફ, શહેરી વિસ્તારો ભુજ, ગાંધીધામ, મુંદરા,માંડવી,નખત્રાણા ખાતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવાં વરસાદી ઝાપટાં વરસ્યાં છે.
દરમ્યાન, કચ્છ-સૌરાષ્ટ્ર પર આવી ચડેલી નવી વરસાદી સિસ્ટમના પગલે આગામી ચાર દિવસમાં કચ્છમાં વધુ વરસાદની આશા ઉભી થઇ છે. કચ્છમાં છેલ્લા એક મહિનાથી સૂર્યનારાયણના દર્શન થયા નથી અને ભેજયુક્ત વાતાવરણને લઈને માખી-મચ્છરોનો ઉપદ્રવ ચોમેર વધી જવ પામ્યો છે. કચ્છમાં ચાંદીપુરા વાઇરસના કિસ્સાઓ પણ નોંધાયા છે ત્યારે આવું હવામાન રોગચાળાને વધુ વ્યાપક બનાવે તેવો ભય તબીબી વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?