ભુજ

ડ્રોન હુમલાને લીધે કોરીક્રિકમાં ફસાયેલા 100 શ્રમિકને બીએસએફ અને વનવિભાગે ઉગાર્યા

ભુજઃ નાપાક પાકિસ્તાને કરેલા નિષ્ફ્ળ ડ્રોન હુમલાના પ્રયાસ બાદ કચ્છમાં હજુ પણ હાઈ એલર્ટ આપવામાં આવેલું છે, તેવામાં પશ્ચિમ કચ્છ વનવિભાગ દ્વારા સિરક્રીકને અડકીને આવેલા કોરીક્રીક વિસ્તારમાં ચેરિયાના વાવેતરનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે, જેના માટે આ સંવેદનશીલ વિસ્તારમાં ગયેલા અને નેટવર્કના સદંતર અભાવ વચ્ચે યુદ્ધની કપરી પરિસ્થિતિથી અજાણ ૧૦૪ શ્રમિકો ફસાઈ ગયા હતા.

આખી રાત પાકિસ્તાનના ડ્રોન હુમલા અને ભારતીય સૈન્ય દ્વારા તેને નષ્ટ કરી દેવાની કામગીરીને નજરે નિહાળનારા શ્રમિકોને વનવિભાગ અને બીએસએફ દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

આપણ વાંચો:  મહેસાણામાં રેલવેનું કામ હોવાથી આ ટ્રેનો રદ થઈ છેઃ જાણી લો યાદી

આ રેસ્ક્યુ ઓપરેશન અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રિયકાન્ત આશરાએ જણાવ્યું હતું કે, કોરીક્રીકમાં પડાલા ક્રીક પાસે અત્યારે ચેરિયાના પ્લાન્ટેશનનું કામ ચાલી રહ્યું છે, જેનામાં કુલ ૧૦૪ જેટલા લોકો પરિવાર સહિત હાજર હતા. આ વચ્ચે ગત ગુરુવારે રાત્રે સિરક્રીક વિસ્તારમાં પાકિસ્તાને ડ્રોન વડે હુમલાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો. જો કે, મોડી રાત્રે રેન્જ ફોરેસ્ટ ઓફિસરને વહીવટી તંત્ર દ્વારા નેટવર્કમાં આવતા જ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા અને તાત્કાલિક બોટ મારફતે ક્રીક વિસ્તારમાં પહોંચી, તમામને સલામત રીતે પહેલા કોટેશ્વર જેટી અને બાદમાં ફોરેસ્ટ કોલોની નજીક ખસેડવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button