ઐસી લાગી લગન: ભુજની નાગર ગૃહિણી 36 વર્ષથી બાળકોને આપી રહી છે ત્રણ ભાષાનું શિક્ષણ
ભુજ: આજે જયારે મોટાભાગની શિક્ષિત યુવતીઓ અને ગૃહિણીઓ ટીપ-ટોપ ફેશન વાળી હાઈ-પ્રોફાઈલ લાઇફ સ્ટાઇલ પસંદ કરી રહી છે ત્યારે ભુજમાં સવર્ણ સમાજની એક શિક્ષિત ગૃહિણી છેલ્લા ૩૫ વર્ષોથી બાળકોને નિઃશુલ્ક સંસ્કૃત,અંગ્રેજી હિન્દી ઉપરાંત ગાંધી જીવન પરીક્ષાને લગતું વિનામૂલ્ય શિક્ષણ આપી રહી છે.
એટલું જ નહિ,પોતાની પાસે ભણતાં વિદ્યાર્થીઓને ગીતાપઠન પરીક્ષાની તૈયારી પણ કરાવે છે. ભુજના ગૃહિણી આશાબેન સ્વાદિયા અવિરતપણે છેલ્લા ૩૬ વર્ષથી પોતાના જીવનના અનેક પડકારોનો સામનો કરીને ભુજના છઠ્ઠીબારી વિસ્તારમાં આવેલી સંસ્કૃત પાઠશાળા અને હાટકેશ સેવા મંડળના કાર્યાલય ખાતે આ કાર્ય કોઈ પણ જાતના મહેનતાણા વગર સંભાળવામાં આવી રહ્યું હોવાનું સંસ્થાના મુખ્ય સંચાલક વિભાકર અંતાણીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો ; Gujarat માં પાંચ દિવસ અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના…
ઉલ્લેખનીય છે કે, ભુજની આ સંસ્થા દ્વારા બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ,સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ અને ગુજરાત વિદ્યાપીઠની પરીક્ષાઓના આયોજન છેક ૧૯૫૨થી સંભાળવામાં આવી રહ્યું છે. આ પ્રવૃતિઓ આઝાદી કાળ શરૂ થયાની સાથે જ ભુજમાં સ્વર્ગસ્થ શ્રી પી.કે વોરા, જમિયતરાય પાઠક અને ભાઇલાલ ભાઈ પાઠક દ્વારા શરૂ કરાઈ હતી.
ભુજ કેન્દ્ર દ્વારા સૌરાષ્ટ્ર હિન્દી પ્રચારક સમિતિના ઉપક્રમે લેવાતી બાળપોથીથી શરૂ કરીને હિન્દીમાં સ્નાતક કક્ષાની સમકક્ષ સેવક સુધીની પરીક્ષાઓના આયોજન છેક ૧૯૫૨થી કરવામાં આવી રહ્યાં છે. આ સંસ્થા દ્વારા ભુજમાં હાલે ચાલતાં સંસ્થાના પરિસરમાં સંસ્કૃત પાઠશાળાના વર્ગખંડોના નિર્માણ કાર્ય માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. આ પ્રવૃતિઓમાં જયશ્રીબેન સંજય હાથી, વસ્ત્રાબેન શુક્લ અને જીતેન્દ્રભાઈ છાયા દ્વારા પણ યોગદાન આપવામાં આવી રહ્યું છે.