ભુજમાં ભાજપના નગરસેવકની ઓફિસમાં આતંક: લુખ્ખાઓએ તોડફોડ સાથે કર્યું ફાયરિંગ | મુંબઈ સમાચાર

ભુજમાં ભાજપના નગરસેવકની ઓફિસમાં આતંક: લુખ્ખાઓએ તોડફોડ સાથે કર્યું ફાયરિંગ

ભુજ: ભુજના વોર્ડ નંબર ૧૧ના ભાજપના નગરસેવક ધર્મેશ ગોરના શહેરના મુંદરા રોડ પર આવેલા કાર્યાલયમાં ગત શુક્રવારની મોડી રાત્રે કેટલાક સ્થાનિક શખ્સોએ સાગરિતો સાથે મળીને તોડફોડ કરીને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરતાં શહેરભરમાં ચકચાર પ્રસરી જવા પામી છે.

કાયદો-વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નાર્થ સર્જનારા ચોંકાવનારા બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભુજ નગરપાલિકાના નગરસેવક ધર્મેશ ગોરની ઓફિસમાં શુક્રવારે રાત્રિના સમયે દસેક જેટલા શખ્સો મારક હથિયારો સાથે ઘૂસી આવ્યા હતા. હવામાં ફાયરિંગ કરી ધોકા અને પાઈપ વડે બહાર પાર્ક કરવામાં આવેલા વાહનો અને ઓફિસમાં તોડફોડ કરી હતી.

ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવનારા ધર્મેશ ગોરે જણાવ્યું હતું કે, આજથી બે વર્ષ પહેલા ભુજના લાયન્સ નગરમાં ગેરકાયેદેસર મકાનનો કબ્જો જમાવવા ગયેલા મયુરસિંહ તેમજ જયવીરસિંહને રોક્યા હતા તેમજ હિરેન ગોર નામના વ્યક્તિને આ બે ભાઈઓએ માર માર્યો ત્યારે ફરીયાદ નોંધાવતા એ વાતનું મન દુખ રાખીને આ હુમલો કરવામાં આવ્યો છે.

જયવીરસિંહ, કિરણસિંહ, ફુલદિપસિંહ, દિગવિજયસિંહ, ગઢવી તથા અન્ય ચાર આરોપીઓએ મંડળી રચીને લોખંડના ધારિયા તેમજ તલવાર તથા લોખંડની પાઈપ તેમજ લાકડાના ધોકા જેવા ઘાતક હથીયારો સાથે મારવાના ઈરાદે ઓફીસે ધસી આવ્યા હતા પરંતુ ફરિયાદી હાજર ના મળી આવતા આ શખ્સોએ ઓફિસની બહાર તેમજ અંદર રહેલાં વાહનો તેમજ સી.સી.ટી.વી.માં તોડફોડ ફુટેજને તોડફોડ કરી હતી અને હવામાં ગોળીબાર કર્યો હતો. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો

Back to top button