1.80 Lakh syrup Bottles Seized at Mundra Port

મુંદરા બંદરેથી પ્રતિબંધિત નશાકારક સિરપની ૧.૮૦ લાખ બોટલ ઝડપાઈ…

ભુજઃ ભારતના બીજા નંબરના સૌથી મોટા કચ્છમાંથી બહાર ગયેલો નશાકારક દ્રવ્યનો જથ્થો પકડાયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, નાઇજીરિયાના લાગોસમાં ટિંકન આઇલેન્ડ બંદર પર ઉતરેલા કન્ટેનરોની ત્યાંની વિવિધ સુરક્ષા એજન્સીઓએ કરેલી તપાસમાં મોટી માત્રામાં નશાકારક સિરપની બોટલો મળી આવી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં ‘નકલી’નો રાફડો ફાટ્યોઃ દિયોદરમાં બનાવટી યુરિયા લિક્વિડ બનાવતી ફેક્ટરી ઝડપાઈ…

કચ્છના મુંદરા અદાણી બંદરેથી આવેલા આ કન્સાઇન્મેન્ટને નેશનલ ડ્રગ લો એન્ફોર્સમેન્ટ એજન્સી, નાઇજીરીયા કસ્ટમ્સ સર્વિસ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ સર્વિસીસ, પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂર્વ બાતમીના આધારે સીઝ કરી દેવાયું હતું. આ કન્ટેનરમાંથી પ્રતિબંધિત એવી નશાકારક સીરપની ૧.૮૦ લાખ બોટલો મળી આવી હતી. આ શિપમેન્ટના કન્સાઇની અને નોટિફાઇ કરનાર મકાતા ઇમેન્યુઅલ નામના શંકાસ્પદ શખ્સની અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ભુજમાં પણ ઘરબેઠા મળશે પાસપોર્ટઃ મોબાઈલ વાન અમદાવાદથી આવશે

પ૦ વર્ષીય આ નાઇજીરિયન નાગરીકના કબજામાંથી ર૭.પ૬૭ કિલો સીરપ ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હોવાનું એજન્સી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અલગ અલગ સ્થળોએથી અવારનવાર માદક દ્રવ્યોને બનાવતી ફેકટરીઓ ઝડપાઈ છે. નકલી સિરપની આવી બાટલીઓ કચ્છમાં બેફામ વેંચાઈ રહી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે તેમ છતાં પોલીસ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ જાણે મૌન ધારણ કરીને બેઠા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

સંબંધિત લેખો

Back to top button