સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર સફળ આગમનને અંજારની પ્રાથમિક શાળાએ અનોખી રીતે વધાવ્યું

ભુજઃ સ્પેસ ક્રાફ્ટમાં સર્જાયેલી યાંત્રિક ખામીના લીધે સતત નવ મહિના સુધી અંતરિક્ષમાં ભ્રમણ કરી રહેલાં ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં અન્ય અવકાશ યાત્રી બુચ વિલમોર સાથે ફસાઈ ગયેલાં ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સ્પેસ એક્સના ડ્રેગોન સ્પેસક્રાફ્ટમાં પૃથ્વી પર ક્ષેમકુશળ હાલતમાં પરત ફર્યાં હતા. અન્ય ત્રણ અવકાશયાત્રીઓ સાથે તેમનું આગમન થયું એ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કચ્છના અંજાર શહેરની પ્રાથમિક શાળા નંબર ૧૬માં વિશિષ્ટ રીતે કરવામાં આવી હતી.
આ પણ વાંચો…આણંદઃ બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેનની પત્નીએ કર્યો આપઘાત, મોડલિંગ તરીકે કરતી હતી કામ
શાળાની ધોરણ ૬થી ૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ શાળાના મેદાનમાં એક વિશાળ સ્પેસ શટલની ડિઝાઇન વાળી રંગોળી બનાવી હતી. જેમાંWEL COME સુનિતા વિલિયમ્સ લખવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાના પરિવારે આ ખાસ પ્રસંગે વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચીને સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસીની ઉજવણીને યાદગાર બનાવી હતી.
સુનિતા એક નિવૃત યુ.એસ નેવી ઓફિસર છે. બુચ વિલમોર સાથે તેઓ બોઇંગ કંપનીના ઓર્બિટલ સ્પેસ ક્રાફ્ટના ટેસ્ટિંગ માટે માત્ર આઠ દિવસ પૂરતાં અંતરિક્ષ યાત્રા પર નીકળ્યાં હતાં પરંતુ સ્પે,ક્રાફ્ટમાં યાંત્રિક ખામી સર્જતાં તેઓ 9 મહિના 14 દિવસ સુધી ઝેરો ગ્રેવિટી ધરાવતાં અંતરિક્ષમાં ફસાઈ ગયાં હતાં.