કંડલાથી ચીન નિકાસ થતા પ્રતિબંધિત લાલમાટી ભરેલા 35 કન્ટેનરોને અમદાવાદ ડીઆરઆઈએ અટકાવ્યાં | મુંબઈ સમાચાર

કંડલાથી ચીન નિકાસ થતા પ્રતિબંધિત લાલમાટી ભરેલા 35 કન્ટેનરોને અમદાવાદ ડીઆરઆઈએ અટકાવ્યાં

ભુજઃ ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટીલજન્સની અમદાવાદ શાખા દ્વારા દીનદયાલ પોર્ટ, કંડલાથી નિકાસ થવા માટે આવેલા ૩૫ જેટલા લાલમાટી (ગાર્નેટ) ભરેલા કન્ટેનરોને અટકાવી, ગહન છાનબીન શરૂ કરી છે જયારે કેંદ્રીય સ્તરેથી મુંદરા અદાણી બંદરે પણ આયાતી ફેબ્રીકના કન્ટેનરોમાંથી પણ નમુના લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ગાર્નેટ એટલે કે લાલમાટીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, તેમ છતાં દેશની માટીને કેટલાક દાણચોરો વિદેશોમાં વેંચી મારે છે. આ પ્રકારના સંભવિત કાવતરાને પકડવા ડીઆરઆઈએ કંડલાથી સંભવીત ચીન કન્ટેનરો એક્સપોર્ટ થાય તે પહેલા પકડીને તેનું સઘન ચેકિંગ હાથ ધર્યુ છે. ભારતની માટીમાં જોવા મળતી ભીનાશ અને તેની ગુણવતા સારી હોય છે, જે કૃડ ઓઈલ કાઢવાની પ્રક્રિયામાં તેમજ વોટર જેટ કટીંગ, વોટર ફિલ્ટરેશન અને સેન્ડબ્લાસ્ટિંગમાં ઉપયોગમાં લેવાય છે. મોટાભાગે તે ચીન કે ગલ્ફ દેશોમાં નિકાસ થતી હોય છે ત્યારે આ કાર્યવાહી તરફ સૌની મીટ મંડાઈ છે.

આ પણ વાંચો…અમદાવાદ નહીં આ શહેરમાં સૌથી વધુ ઈસ્યુ થઈ લિકર પરમિટ, રાજ્યમાં 50 ટકાનો ઘટાડો

બીજી તરફ, મુંદરા ખાતે ડીઆરઆઈની કેન્દ્ર સ્તરેથી આવેલી સુચનાઓ અનુસાર હલકી કક્ષાની ગુણવતા દર્શાવીને ઓછી ડ્યુટી સરકારને આપીને ઉચ્ચ કક્ષાનો ફેબ્રીક ઈમ્પોર્ટ કરાઈ રહ્યો હોવાના ઈન્પુટના આધારે ઈમ્પોર્ટ થયેલા કન્ટેનરોને રોકીને તેની ગુણવતાની તપાસ કરાઈ રહી છે. આ અગાઉ ચેન્નઈમાં કાર્યવાહી કરાઈ હતી, રયારે હવે મુંદરા અને મુંબઈ પોર્ટ પર તપાસ ચાલુ છે. ડીઆરઆઇની ટીમ ગત કેટલાક દિવસોથી ગાંધીધામ આવી ચૂકી છે. અને દરેક કન્ટેનરમાંથી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ડીઆરઆઈની આ કાર્યવાહીથી દાણચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે.

Back to top button