આશાનું કિરણ: બોરવેલમાં ખાબકેલી યુવતી 100 ફૂટના અંતરે; ટૂંક સમયમાં બહાર આવવાની આશા
ભુજ: ભુજથી 25 કિલોમીટરના અંતરે આવેલા કંઢેરાઈ ગામે ગત સોમવારે વહેલી સવારે 6 વાગ્યે 500 ફૂટ ઊંડા બંધ હાલતમાં રહેલા બોરવેલમાં પડી ગયેલી 21 વર્ષની શ્રમજીવી પરિવારની યુવતીનું અત્યંત મુશ્કેલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. તંત્ર દ્વારા બે હુક જોડીને બહાર કાઢવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા પરંતુ તેમાં પણ તંત્રને સફળતા મળી નથી. જો કે હવે અંતે તંત્રની મહેનત સફળ થાય તેવા સંકેત મળી રહ્યા છે. હાલ યુવતી 100 ફૂટ જ દૂર છે અને નજીકના સમયમાં જ યુવતી બહાર આવે તેવી શક્યતા છે.
ગઇકાલે ભુજ તાલુકાનાં કંઢેરાઈ ગામમાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી. ઘટનાને 28 કલાક વીતી ગયા હોવા છતાં પણ યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવા માટે તંત્ર સતત મહેનત કરી રહ્યું છે. જો કે હજુ તેની મહેનતને સફળતા મળી નથી. તંત્ર દ્વારા બે હુક જોડીને બહાર કાઢવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા પરંતુ તેમાં પણ તંત્રને સફળતા મળી નથી.જો કે હવે યુવતી માત્ર 100 ફૂટના જ અંતરે હોવાનું જાણવા મળી રહ્યું છે. આથી હવે તે ટૂંક સમયમાં જ બહાર આવે તેવી શક્યતા છે.
બનાવની વિગતો અનુસાર ભુજ તાલુકાનાં કંઢેરાઈ ગામમાં ગતરોજ 18 વર્ષીય યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી. ઘટનાને 24 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવામાં સફળતા મળી નથી. 21 વર્ષની યુવતીનું નામ ઈન્દ્રા મીણા છે, જે મૂળ રાજસ્થાનના પ્રતાપગઢની વતની છે. વાડી માલિક રમેશ ઠક્કરને ત્યાં યુવતીનો પિતરાઈ ભાઈ વર્ષોથી કામ કરે છે. યુવતીના માતા-પિતા વર્ષો અગાઉ અવસાન પામ્યા હોઈ, ઇન્દ્રા તેના પિતરાઈ ભાઈ સાથે જ વર્ષોથી રહે છે.
તંત્ર ખડેપગે તૈયાર
હાલ બનાવ સ્થળ પર ભારતીય લશ્કર, સીમા સુરક્ષા દળ, કચ્છ કલેક્ટર અમિત અરોરા, પશ્ચિમ કચ્છના પોલીસ વડા વિકાસ સૂંડા,એનડીઆરએફ, આરોગ્ય વિભાગની અને પધ્ધર પોલીસ મથકના કર્મીઓ હાજર છે. કેમેરામાં દેખાય મુજબ આ યુવતી બોરવેલમાં 460 ફૂટે ફસાઈ છે. હાલ બોરવેલમાં ઓક્સિજન સપ્લાય ચાલુ રખાયો છે,તો લોખંડનો હુક નાખી યુવતીને બહાર કાઢવાના પ્રયાસ પણ ચાલુ છે.
આ પણ વાંચો…HMPV મામલે સ્કૂલો સાવધઃ માતા-પિતાને આપી આવી સલાહ
60 ફુટ અંતરે આવ્યા બાદ ફરી 460 ફૂટે
દરમ્યાન, બચાવ કામગીરીની દેખરેખ કરી રહેલા ભુજ તાલુકા મામલતદાર એ.એન. શર્માએ જણાવ્યું હતું કે, ગાંધીનગરથી આવેલી એનડીઆરએફની ટીમ દ્વારા બોરવેલ ફરતે ખાસ પ્રકારનું લોખંડનું સ્ટ્રક્ચર બનાવી, યુવતીને બહાર લાવવાનો પ્રયાસ હાલ ચાલી રહ્યો છે. સોમવારે રાત્રે એક તબક્કે માત્ર 60 ફુટ અંતર બાકી રહ્યું હતું પરંતુ દુર્ભાગ્યે લોખંડના સ્ટ્રક્ચરમાંથી છટકીને આ યુવતી ફરી 460 ફુટ ઊંડે ખાબકી હતી. આ રેસ્ક્યુ ઓપરેશન હજુ લાબું ચાલવાનું અને ઇન્દ્રાનો અવાજ સોમવારની સવાર બાદ હજુ એકપણ વાર સંભળાયો ન હોવાનું તેઓએ ઉમેર્યું હતું.