કચ્છભુજ

કચ્છની નાની સિંચાઈના ૧૭૦માંથી ૪૧ ડેમ ઓવરફ્લો: હમીરસર તળાવ ઓગની જવાનું કાઉન્ટડાઉન શરૂ

ભુજ: ગત રવિવારની રાતથી અવિરતપણે વરસેલા ભારે વરસાદ વચ્ચે કચ્છના નાની સિંચાઈના ૧૭૦ જેટલા ડેમમાંથી ૪૧ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે, સૌથી વધારે માંડવી તાલુકાના ૨૧માંથી ૧૫, ભુજ તાલુકાના ૩૫માંથી ઐતિહાસિક ધુનારાજા ડેમ સહીત ૯, અને પશ્ચિમ કાંઠાના અબડાસા તાલુકાના ૨૪માંથી ૧૧નો સમાવેશ થાય છે.

41 out of 170 small irrigation dams in Kutch overflow: Countdown begins for Hamirsar Lake to go up in flames

જિલ્લા પંચાયત સ્થિત સિંચાઈ સમિતિના ચેરમેન રૂપેશ આહિરના જણાવ્યા પ્રમાણે, માંડવી તાલુકાના ખારોડ, રાજડા, વિજયસાગર, વણોઠી, વેંગડી, દેઢિયા, ગોદડિયા, વિરાણી, દરશડી, ઘોડાલખ, ફિલોન, વાંઢ, કોટડી, મમાયમોરા, લુડવા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે.

અબડાસા તાલુકાના કડોલી, બાલાચોર, સરગુઆલા, બાલાપર, બુડધ્રો, કાલરવાંઢ, મંજલ, રેલડિયા, વમોટી, સણોસરા, ખારૂઆ, કાપડીસર, પિયોણી ઓવરફ્લો થઈ ગયા છે. ભુજ તાલુકાના નથ્થરકુઇ, સામત્રા, માધાપર(અપર) ધૂનારાજા, જામારા, માનકુવા, લોટિયા, ચુનડી, રતિયા, લોરિયા ઓવરફ્લો થઈ રહ્યા છે જયારે નખત્રાણા તાલુકાના ૧૬માંથી ૪ ગડાપુઠા, ખારડિયા, કોટડા (રોહા) ઉમરાપર ઓવરફ્લો થઈ ગયા છે, મુંદરા પંથકના ૧૧માંથી ૧ ગેલડા, લખપત તાલુકાના ૧૭માંથી ૧ છલકાઈ ગયા છે, જ્યારે અંજાર, ભચાઉ, રાપર બાજુ વરસાદનું જોર ઓછું હોતા અહીં એકપણ ડેમ ભરાયો નથી.કચ્છના ૧૭૦ ડેમની જીવંત સંગ્રહ શક્તિ ૯૪૦૪.૨૪ એમ.સી.એફ.ટી.માંથી ૪૧૨૯.૮૯ એમ.સી.એફ.ટી. જીવંત સંગ્રહ શક્તિનો પાણીનો જથ્થો થઈ ગયો છે તેમ રૂપેશ આહિરે ઉમેર્યું હતું.

આપણ વાંચો:  સુરતમાં શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ બાદ હત્યાનો પ્રયાસ, દુકાનદાર સહિત એક લૂંટારાનું મોત

દરમ્યાન, ભુજની વૈશ્વિક ઓળખસમાં હમીરસર તળાવને ઓગનવામાં માત્ર ચાર ફુટ જેટલું અંતર બાકી રહેવાની સાથે ઓગનવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ભારે વરસાદની આગાહી મુજબ જો હજુ ત્રણ-ચાર ઇંચ વરસાદ પડશે તો સતત ચોથીવાર કચ્છીઓનું હૃદયસમુ હમીરસર તળાવ છલકાઈ જશે એ વાતમાં કોઈ સંદેહ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button