પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની મુશ્કેલી વધી, મર્ડર કેસમાં આગોતરા જામીન નામંજુર

ભરૂચઃ જિલ્લાના ઝઘડિયાના પુર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની ઝઘડિયાના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા હતા. શિયાલી મર્ડર કેસમાં દિલીપ વસાવાએ આગોતરા જામીન અરજી કરી હતી. જો કે કોર્ટે દિલીપ વસાવાને આગોતરા જમીન નામંજૂર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, શિયાલીમાં મહિલા સરપંચના પતિને ટ્રક નીચે કચડી નંખાયા હતા અને પોલીસ તપાસમાં આ ઘટના અકસ્માત નહીં હત્યા હોવાનો ખુલાસો થયો હતો અને તપાસમાં હત્યા કેસમાં દિલીપ વસાવાની સંડોવણી બહાર આવી હતી.
શું છે મામલો
ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પુર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની ઝઘડિયાના શિયાલી મર્ડર કેસમાં સંડોવણી બહાર આવી હતી. ગત 13 ઓગષ્ટે ઝઘડિયાના શિયાલીમાં સરપંચના પતિને ટ્રકના પૈડાં નીચે કચડી દેવાનો મામલો બહાર આવ્યો હતો અને આખો મામલો અકસ્માતમાં ખપાવી દેવાયો હતો.
પોલીસ તપાસમાં આવી ચોંકાવનારી વાત
જો કે પોલીસે ઘટનાની ઝીણવટભરી તપાસ કરતાં આ ઘટના અકસ્માત નહીં પણ હત્યા છે તેવી ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. પોલીસે આ મામલે વિવિધ દિશામાં તપાસ કરીને 3 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે ત્રણેય આરોપીની ઉંડી પુછપરછ કરતાં મામલામાં છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું.
આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતીઓ મુશ્કેલી સર્જે તેમ હોવાથી અરજદારની હત્યાનું કાવતરું રચાયું હતું. પોતાનું નામ બહાર આવતા દિલીપ વસાવાએ ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા જમીન અરજી કરી હતી. જોકે કોર્ટમાં મુખ્ય સરકારી વકીલ પી બી પંડ્યાએ સરકાર તરફે આગોતરા જામીન ન આપવા કોર્ટમાં દલીલો કરી હતી જે માન્ય રાખી કોર્ટે દિલીપ વસાવાને આગોતરા જમીન નામંજૂર કર્યા હતા.
આ પણ વાંચો…મનસુખ વસાવાએ પાર્ટીના નેતાઓને ફરી લીધા આડે હાથ, કહ્યું- ચૈતર સામે કેમ બોલતા નથી?