ભચાઉ

કચ્છમાં આગઃ ભચાઉ-ગાંધીધામ હાઈ-વે પરના લાકડાના ગોડાઉનમાં આગ બની બેકાબૂ

કચ્છઃ ગુજરાતમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. અત્યારે કચ્છમાં હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ પાસે ભયાનક આગ લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે હાઈવે પર આવેલા પેટ્રોલ પંપની બાજુમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી અને જોતજાતામાં આગે વિકરાળ બની ગઈ હતી. પરંતુ આ આગ શા કારણે લાગી તેને લઈને હજી કોઈ વિગત સામે નથી આવી. આગ લાગતા લોકોમાં અફરા તફરીને માહોલ જોવા મળ્યો હતો. આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: જાફરાબાદનાં કારખાનામાં ભીષણ આગ; ફાયર વિભાગ સહિત તંત્ર થયું દોડતું

બ્રિગેડને આગને કાબુ લેવામાં ભારે જહેમત

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે એક કંપનીમાં જ્યા લાકડાનું કામ ચાલી રહ્યું હતું ત્યા આગ લાગી હતી. જેના કારણે ફાયર બ્રિગેડને આગને કાબૂ લેવામાં ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. ગાંધીધામ ભચાઉ હાઈવે પર પેટ્રોલ પંપ પાસે લાકડાની કંપનીમાં આગ ફાટી નીકળી હતી. ગાંધીધામ નગરપાલિકા સહિતની ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરી છે. પેટ્રોલ પંપના કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હજી સુધી આગ પર કાબૂમાં આવી નથી.

આગના કારણે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદા

ફાયર બ્રિગેડને આગને કાબૂ લેવા માટે ભારે મહેનત કરવી પડી શકે છે. જ્યાં આ વિકરાળ આગ લાગી છે, ત્યા બાજુમાં જ પેટ્રોલ પંચ છે જેથી આગ વધારે વિકરાળ પણ બની શકે તેવી સંભાવનાઓ છે. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસકર્મીઓ પણ સ્થળ પર આવી ગયા અને લોકોને આગથી દૂર રાખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, જેથી જાનહાનિ ઓછી થઈ શકે. આ સાથે સાથે કંડલા, ગાંધીધામ અને ભચાઉની કુલ 6 જેટલી ફાયર ટીમો 15 થી 16 પાણીના ટેન્કર સાથે આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરી દીધો છે. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આગ હજી કાબુમાં આવી નથી. આગના કારણે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે, પરંતુ જાનહાનિ નથી તેને લઈને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button