આપણું ગુજરાતભુજ

Tourism: કચ્છનાં રોડ ટુ હેવન પર જાળવજો સ્વચ્છતા નહિતર થશે દંડ!

ભુજ: પ્રવાસીઓને આકર્ષનાર ધોરડોનું સફેદ રણ અને આ રણને ધોળાવીરા સાથે જોડનારા ‘રોડ ટુ હેવન’ (Road to Heaven) આસપાસના વિસ્તારનું કુદરતી સૌદર્ય જળવાઇ રહે તે માટે કચ્છ કલેક્ટરે આગામી 13મી જાન્યુઆરી,2025 સુધી જાહેરનામું બહાર પાડીને આ બંને વિસ્તારોને ‘પ્લાસ્ટિક ફ્રી ઝોન’ તરીકે જાહેર કર્યા છે.

આ પણ વાંચો : Gujarat માં ઠંડી ક્યારથી ભૂક્કા બોલાવશે? વાંચો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી…

કલેકટરનું જાહેરનામું

ધોરડો ખાતે શરૂ કરવામાં આવેલા રણોત્સવમાં મહાલવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં આવનારા પ્રવાસીઓ સફેદ રણની વચ્ચમાંથી પસાર થનારા ‘રોડ ટુ હેવન’ના નામે ઓળખાતા આ પ્રાકૃતિક સૌંદર્યથી સજ્જ અદભુત વિસ્તારની પણ અચૂક મુલાકાત લે છે. પર્યાવરણીય દ્રષ્ટીએ સંવેદનશીલ આ બે સ્થળોએ પ્રવાસીઓ દ્વારા બોટલ, કોથળીઓ, નમકીનના પડીકાં સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો ફેંકવામાં ન આવે અને સૌંદર્ય, સ્વચ્છતા અને પર્યાવરણીય પરિસ્થિતિ જાળવવા માટે આ વિસ્તારને કલેક્ટર અમિત અરોરાએ જાહેરનામું બહાર પાડીને ‘પ્લાસ્ટિક ફ્રી ઝોન’ જાહેર કર્યો છે.

કયા વિસ્તારનો થશે સમાવેશ?

અરોરાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 મુજબ જાહેરનામું બહાર પાડીને કચ્છની હદમાં આવેલા ધોરડો રણ ઉત્સવ વિસ્તારના સબરસ બસ સ્ટેન્ડથી વોચ ટાવર સુધીના રસ્તા અને તેની બંને તરફનો બે-બે કિ.મી.નો વિસ્તાર, વોચ ટાવરની આસપાસનો સફેદ રણ વિસ્તાર અને ‘રોડ ટુ હેવન’ કાઢવાંઢથી ધોળાવીરા ગામના એન્ટ્રી પોઈન્ટ સુધીનો માર્ગ અને તેની બંને બાજુના રણ વિસ્તારમાં તથા તેને સંલગ્ન રણમાં ભરાયેલા કચરો ફેંકવા પર પ્રતિબંધ મુક્યો છે. હુકમનો ભંગ કરનાર નાગરિક ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.

આ પણ વાંચો : Gujarat: શિયાળામાં ગરમ કપડાને લઈ જીલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને શું આપ્યો આદેશ?

હુકમનો અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker