કચ્છમાં પણ જળાષ્ટમીઃ નખત્રાણા, રાપરમાં ભારે વરસાદ
ભુજઃ ગુજરાતમાં મેઘરાજા છેલ્લા કેટલાક દિવસથી ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અને આજે સવારે 10 વાગ્યા સુધીમાં ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો. વરસાદના કારણે ભુજના સાતમ આઠમના મેળામાં વ્યાપક અસર પહોંચી છે.
ગુજરાતમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં નખત્રાણામાં 71 મીમી, ભુજમાં 32 મીમી, મુંદ્રામાં 21 મીમી, માંડવીમાં 16 મીમી, રાપરમાં 9 મીમી, અંજારમાં 5 મીમી અને ભચાઉમાં 2 મીમી વરસાદ ખાબક્યો છે.
ઉપરાંત ગત 25મી ઓગસ્ટ રવિવારના રોજ કચ્છના રાપરમાં 68 મીમી, ભચાઉમાં 45 મીમી, ગાંધીધામમાં 35 મીમી, અંજાર અને નખત્રાણામાં 33-33 મીમી, માંડવીમાં 28 મીમી, ભુજમાં 19 મીમી અને મુંદ્રામાં 12 મીમી વરસાદ નોંધાયો હતો. ભુજ શહેરમાં રાત્રિના નવ વાગ્યાથી સવાર છ વાગ્યા સુધીમાં હળવાથી ભારે વરસાદ અવિરત પણે ચાલુ રહ્યો હતો.
વરસાદના કારણે ભુજનો સાતમ આઠમના મેળામાં વ્યાપક અસર પહોંચી હતી. ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે જ્યારે તહેવારોમાં કમાણી કરવાની વેપારીઓની આશા પર પાણી ફરી વળ્યું છે.
આજ સવારથી 192 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડમાં કેટલા દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં આજે સોમવારે સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં કુલ 192 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પંચમહાલના મોરવા-હડફમાં સૌથી વધુ પાંચ ઇંચ જેટલો ગોધરામાં ચાર ઈંચ, શહેરામાં અઢી ઈંચથી વધુ, જાંબુધોડામાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે આણંદ શહેરમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આજે સવારે 10 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીમાં 19 મીમી, ચોટીલામાં 36 મીમી, ચૂડામાં 28 મીમી, દસાડામાં 30 મીમી, થાનગઢ 60 મીમી, વઢવાણમાં 39 મીમી, સાયલામાં 18 મીમી, ધ્રાંગધ્રામાં 18 મીમી, લીંબડીમાં 13 મીમી, લખતરમાં 19 મીમી વરસાદ નોંધાયો છે.
મહિસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં સંતરામપુરમાં 74 મીમી, બાલાસિનોરમાં 39 મીમી, ખાનપુરમાં 18 મીમી, કડાણામાં 18 મીમી, લુણાવાડામાં 11 મીમી અને વિરપુરમાં ચાર મીમી વરસાદ પડ્યો છે.
ગાંધીનગર જિલ્લામાં આજે વહેલી સવારના 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ગાંધીનગર અને માણસામાં પાંચ મિમી, કલોલમાં ચાર મિમી અને દહેગામમાં આઠ મિમી વરસાદ નોંધાયો હતો.
નર્મદા જિલ્લામાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદમાં તિલકવાડામાં 20 મિમી, ગરુડેશ્વરમાં 12 મિમી, નાંદોદમાં સાત મિમી , ડેડિયાપાડામાં અને સાગબારામાં ત્રણ-ત્રણ મિમી વરસાદ વરસ્યો છે.
Also Read –