આપણું ગુજરાત

Kutch માં બુટલેગર સાથે મહિલા પોલીસ કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતી ઝડપાઇ

ભચાઉ : ગુજરાતના કચ્છના(Kutch)ભચાઉમાં બૂટલેગર યુવરાજસિંહ પોલીસ કોન્સ્ટેબલ નીતા સાથે દારૂની ખેપ મારતાં ઝડપાયો છે. જો કે એલસીબીને મળેલી બાતમી બાદ પોલીસે કારનો પીછો કર્યો હતો. બુટલેગરને શંકા જતા તેણે પોલીસ પર જીપ ચઢાવીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે ફાયરિંગ કરીને બે જણની ધરપકડ કરી હતી.

જેમાં મળતી માહિતી મુજબ ગત મોડી સાંજે લોકલ ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે બુટલેગર યુવરાજ જીપમાં વિદેશી શરાબ લઈને ભચાઉ તરફ આવી રહ્યો છે. જેના પગલે એલસીબીએ જીપનો પીછો શરૂ કર્યો હતો. પોલીસ પાછળ પડી હોવાની શંકા જતા યુવરાજે કાર પૂરઝડપે હંકારી મૂકી હતી.યુવરાજે પોલીસથી બચવા એલસીબીની ગાડીને ટક્કર મારીને રીવર્સમાં લઈ અન્ય એક ગાડીને ટક્કર મારી નાસી છૂટવા પ્રયાસ કર્યો હતો. તેમજ પોલીસ સ્ટાફને જોઈ તેણે તેમની પર જીપ ચઢાવી દેવાના પ્રયાસ કર્યો હતો.

બિયર અને વિદેશી દારૂ સહિત 18 બાટલીઓ જપ્ત

જો કે આ કારમાંથી આ બે લોકો બહાર નહોતા આવ્યા. તેથી પોલીસે કાચ તોડીને તેમને બહાર કાઢ્યા હતા. યુવરાજ સાથે પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી બેઠી હતી. નીતા ચૌધરી પૂર્વ કચ્છ પોલીસ દળની હેડ કોન્સ્ટેબલ છે જે હાલ સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરમાં ફરજ બજાવે છે. પોલીસે જણાવ્યું કે કારમાંથી બે બિયર ટીન અને વિદેશી દારૂ સહિત 18 બાટલીઓ જપ્ત કરાઈ છે.યુવરાજ પર અત્યાર સુધી અલગ અલગ 16 ગુનાઓ નોંધાયેલા છે.

આ પણ વાંચો : મોડું મોડું ચોમાસુ આવ્યું ખરુંઃ ગુજરાતના ૧૪૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

કોન્સ્ટેબલ નીતાને સસ્પેન્ડ કરવા તજવીજ

પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પૂર્વ કચ્છ પોલીસ દળની મહિલા કર્મચારી છે. તે અલગ અલગ પોલીસ મથકોમાં ફરજ બજાવી ચૂકેલી છે. હાલ તે પ્રતિનિયુક્તિ પર સીઆઈડી ક્રાઈમ ગાંધીધામમાં ફરજ બજાવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button