આ જંગલી પશુઓ બન્યા નારાયણ સરોવરના કાયમી મહેમાનઃ ઈકો ટુરિઝમને વેગ મળશે…
ભુજ: વધતી જતી માનવ વસાહતો વચ્ચે વર્ષોથી અટવાતા રહેલા રાની પશુ દીપડાઓના બચાવ માટે સરહદી કચ્છના નારાયણ સરોવર ખાતે બનાવાઈ રહેલા જંગલ સફારી પ્રોજેક્ટ માટે સાત જેટલા દીપડાઓ બે ખાસ વાહનોમાં ૬૩૨ કિલોમીટરનો લાંબો પ્રવાસ ખેડીને પાવાગઢથી લખપત તાલુકાના ધુણઈ સુધી ક્ષેમકુશળ હાલતમાં પહોંચી આવ્યા છે.
આ પણ વાંચો : કચ્છમાં તસ્કરોનો ત્રાસઃ એક સાથે નવ મકાનના તાળા તોડ્યા ને…
આ અંગે મદદનીશ વન સંરક્ષક હસમુખ ચૌધરીએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના સીમાવર્તી લખપતમાં ઈકો ટુરિઝમ વિકસાવવા માટે આ પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ૬૩૨ કિલોમીટરનો અંદાજે ૧૫ કલાકનો પ્રવાસ ખેડી ૭ દીપડાઓ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ, પશુ ચિકિત્સકો અને નિષ્ણાતો સાથેના નારાયણ સરોવર જંગલ સફારીમાં આવ્યા છે. અત્યારે પડી રહેલી ઠંડીથી દીપડાઓને બચાવવા માટે પાંજરાની ફરતે ખાસ પ્રકારની નેટ ઢંકાઈ છે અને નિષ્ણાત તબીબોની ટુકડી દર એક કલાકે દીપડાની સ્થિતિને સતત ચકાસી રહી હોવાનું હસમુખ ચૌધરીએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો : Breaking: રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર: 25 IPS અધિકારીઓની બદલી…
પશ્વિમ કચ્છ વનવિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, દીપડાના સંવર્ધન અને સંરક્ષણ માટે પવિત્ર તિર્થસ્થાનના સાનિધ્યમાં બનાવાયેલા લેપર્ડ રેસ્ક્યુ સેન્ટરનું ટૂંક સમયમાં જ તારીખ નક્કી થયા બાદ લોકાર્પણ કરાશે.
હાલ આ દીપડાઓ અહી પાંજરાઓમાં જ મૂકાયેલા રહેશે. હાલમાં આ વિસ્તારમાં લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ છે, હાલના તબક્કે દીપડાઓને ક્વૉરન્ટાઈન કરાયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.