નૈરોબીમાં કચ્છીની હત્યા: મૃતદેહને તેજાબમાં ઓગાળી દીધો
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ:કચ્છીઓની વ્યાપક વસ્તી ધરાવતા આફ્રિકા ખંડના દેશ કેન્યાના પાટનગર નૈરોબી નજીક બળદિયા ગામના મિત્રએ જ નારાયણપરના મિત્રની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા તેના મૃતદેહને તેજાબ જેવા જલદ રસાયણમાં ઓગાળી દેતા આ ઘૃણાસ્પદ હત્યાકાંડે કચ્છની પટેલ ચોવીસી સહિત દેશ-વિદેશ વસતાં લેવા પટેલ સમાજમાં ભારે ચકચાર સર્જી છે.
મૂળ નારાણપરનો વતની એવો મૃતક જયેશકુમાર કાનજીભાઈ પટેલ છેલ્લાં બે અઢી દાયકાથી નૈરોબી વેસ્ટના કોડી રોડ નજીક સ્થાયી થયો હતો. જયેશને બળદિયાના કલ્યાણ વેકરીયા અને તેની પત્ની સાથે વર્ષોથી મૈત્રી સંબંધો હતાં. ૧૪મીની સવારે જયેશ તેના પુત્રને નિશાળે મૂકવા ઘરેથી પત્ની સાથે પગપાળા નીકળ્યો હતો. ત્યારબાદ તે ભેદી રીતે ગાયબ થઈ ગયો હતો.
પોલીસે તપાસ કરતાં જયેશ પત્ની પુત્ર સાથે ઘરેથી પગપાળા જતો હોય તેવા સીસીટીવી ફૂટેજ મળ્યાં હતાં જેમાં એક કડી મળતાં ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે સૌપ્રથમ મન્ગુટી મુલાન્ડી નામના સ્થાનિક હબસી યુવકની શકમંદ તરીકે અટકાયત કરી હતી. મન્ગુટીની પોલીસ પૂછતાછમાં હત્યાના સૂત્રધાર તરીકે કલ્યાણ વેકરીયાનું નામ સપાટી પર આવ્યું હતું.
આ ઘટનાની તપાસ કરી રહેલા ડિરેક્ટોરેટ ઑફ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશને હત્યાના આરોપ તળે કલ્યાણ વેકરીયા સાથે હત્યાકાંડમાં સામેલ ત્રણ હબસી યુવકોની ધરપકડ કરીને સોમવારે કીબેરા લો કોર્ટમાં રજૂ કરી ચારે આરોપીના ૨૧ દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.
ડિરેક્ટોરેટ ઑફ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશનના અધિકારીઓએ અદાલત સમક્ષ જણાવ્યું હતું કે, પુત્રને નિશાળે મૂક્યાં બાદ પેટ્રોલ પંપ પર સફેદ કાર લઈને કલ્યાણ વેકરીયા જયેશને મળવા આવ્યો હતો. ત્યારબાદ માચાકોસ કાઉન્ટિના કિલ્લી લુકેંયા વિસ્તારમાં સસ્તાં ભાવે જમીનનો પ્લોટ મળતો હોવાની લાલચ આપીને ગીચ ઝાડીઓ ધરાવતા નિર્જન વિસ્તારમાં જયેશને લઈ જવામાં આવ્યો હતો જ્યાં ત્રણ હબસી હત્યારાઓ પૈકીના એક હબસીએ જયેશને માથામાં પાછળથી લોખંડના સળિયાનો જોરદાર ફટકો મારીને સ્થળ પર જ પતાવી નાખ્યો હતો. ત્યારબાદ તેને નિર્વસ્ત્ર કરી ચારે હેવાનોએ જલદ તેજાબ જેવા રસાયણમાં મૃતદેહને ડૂબાડીને ઓગાળી નાખ્યો હતો અને સ્થળ પરથી ફરાર થઈ ગયાં હતાં પણ ઉતાવળમાં કેટલાંક પુરાવા સ્થળ પર મૂકતાં ગયાં હતાં.
ડીસીઆઇએ હત્યાના સ્થળ પરથી જયેશના તૂટેલાં ચશ્માં, કાનની કડી, લોહીવાળો શર્ટ, કેટલાંક હાડકાં, લોખંડનો સળિયો અને હબસી હત્યારાઓએ ગુનામાં ઉપયોગમાં લીધેલી મોટરસાયકલ મળી આવી હતી. ઉ