88 વર્ષના કચ્છી લતીફને વતનની રાહ, સજા પૂરી થઈ ગઈ હોવા છતાં Pakistan ની જેલમાં બંધ

ભુજ: કચ્છના લતીફ સમા પોતાની સજા પૂરી કર્યા બાદ પણ હજુ પાકિસ્તાનની જેલમાં બંધ છે. (kutch latif sama in pakistan jail) લતીફ સમા 2018માં ભૂલથી પાકિસ્તાનની સીમામાં પ્રવેશ કરી લીધો હતો. પાકિસ્તાની રેંજર્સે તેમણે જાસૂસ સમજીને પકડી લીધો હતો અને કરાચીના લાંઢી જેલમાં બંદી બનાવી લીધા હતા. લતીફનો પરિવાર હવે ભારત સરકારને તેને પાકિસ્તાનથી ભારત પરત લઈ આવવાની ગુહાર લગાવી રહ્યો છે.
82 વર્ષીય લતીફ સમાને પાકિસ્તાનની અદાલતે સપ્ટેમ્બર 2018માં સજા સંભળાવી હતી, જે 22 એપ્રિલ 2019ના રોજ પૂરી થઈ હતી. તેમનો પરિવાર તેમના ભારત પરત આવવા માટે કેન્દ્ર સરકારને સતત વિનંતી કરી રહ્યો છે.
આ મામલે કેન્દ્રએ રાજ્ય સરકાર પાસેથી પણ માહિતી માંગી છે. કેન્દ્ર સરકારે પરિવારના પત્રના જવાબમાં એમ પણ કહ્યું કે લતીફે તેની સજા પૂરી કરી લીધી છે અને તેની મુક્તિ માટે પાકિસ્તાન સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. પાકિસ્તાન તરફથી તેની નાગરિકતાની ઓળખ કરવી પડશે.
ફસલ સમા, એક સામાજિક કાર્યકર છે અને તેણે પાકિસ્તાનની જેલમાં બંધ ચાર લોકોને પરત લાવવાની સુવિધા આપી છે. તેમણે કહ્યું કે અમે લતીફની મુક્તિ માટે ઘણા પ્રયત્નો કર્યા છે, અમે પાકિસ્તાનમાં ભારત સરકારના હાઈ કમિશન અને વિદેશ મંત્રાલયને પત્રો પણ લખ્યા છે, અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે લતીફને બને એટલું જલ્દી ભારત પરત લાવવામાં અમને મદદ કરવામાં આવે.
લતીફ સમા 88 વર્ષના થયા
પાંચ વર્ષ પહેલા સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચેલો લતીફ હવે 88 વર્ષનો છે. સામાજિક કાર્યકરોનું કહેવું છે કે સજા ભોગવવા છતાં તેમની નાગરિકતાની પુષ્ટિ ક્યાં સુધી પહોંચી છે? અને લતીફને પાકિસ્તાન સરકાર ક્યારે મુક્ત કરશે? પરિવાર આ સવાલોના જવાબ શોધી રહ્યો છે. તેઓ તેમને પાછા લાવવા માટે કેન્દ્ર સરકારને સતત વિનંતી કરી રહ્યા છે.