કચ્છમાં ખનન માફિયા બન્યા ‘બેફામ’: ફ્લાઈંગ સ્ક્વોડ પર હિંસક હુમલો…
ભુજ : પ્રાકૃતિક સંપદાનો સમૃદ્ધ વારસો ધરાવતા કચ્છમાં ગેરકાયેદેસર ખનીજનો પણ કાળો કારોબાર ચાલે છે. કચ્છમાં ખનનની વધી રહેલી ફરિયાદો વચ્ચે અંજાર શહેર નજીક ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કોડ પર એક ટ્રકના માલિક તેમજ અન્ય કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવાનો બનાવ બહાર આવતાં ચકચાર પ્રસરી છે. તેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : Bhuj માંથી પ્રતિબંધિત હાથીદાંતની બંગડી બનાવવાનો પર્દાફાશ, ચાર લોકોની અટકાયત
ખાણ અને ખનીજ વિભાગના તપાસ અધિકારીને, થપ્પડ અને લાતો મારીને દાદાગીરી કરનાર ટ્રક માલિક અને સ્કોડના અધિકારી વચ્ચે સમાધાન થઈ જતા પોલીસ ફરિયાદ ટળી ગઈ છે.જોકે, ચાર ટ્રકને વધુ માલ ભરવા બદલ જપ્ત કરવામાં આવી છે.
હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહેલા વીડીયોમાં જોવા મળી રહ્યું છે કે, અંજારના તુંણા પોર્ટ તરફના માર્ગે ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કોડના અધિકારીએ ઓવરલોડ ખનીજ મામલે ચાર ટ્રકને અટકાવી હતી. જે દરમિયાન ઉશ્કેરાટમાં આવી ગયેલા ટ્રક માલિકે અન્ય શખ્સો સાથે મળીને માથાકૂટ કરી હતી.
આ પણ વાંચો : Ahmedabad થી યુવક 60 લાખની બીએમડબ્લ્યુ લઈને ફરાર થયો, પોલીસે મોરબીથી ઝડપ્યો
આ ઘટના બાદ સ્થાનિક ખનીજ અધિકારીની દરમિયાનગિરી બાદ દાદાગીરી કરનાર ટ્રક માલિક અને સ્કોડના અધિકારી વચ્ચે સમાધાન થઈ જતા મારામારી સહિતના બનાવની પોલીસ ફરિયાદ ટળી ગઈ છે. જોકે, ચાર ટ્રકને વધુ માલ ભરવા બદલ ખાણ ખનીજ વિભાગની ટીમે સીઝ કરી પોલીસ હવાલે કરાઈ છે તેવું જાણવા મળી રહ્યું છે.