આપણું ગુજરાત

હનીટ્રેપ પ્રકરણમાં મનીષા ગોસ્વામીનો ફરાર પતિ ઝડપાયો

ભુજ : ચાર કરોડ રૂપિયા પડાવવાના હેતુથી માધાપરના ટ્રાન્સપોર્ટર એવા દિલીપ ગાગલ નામના આહીર યુવકને બ્લેકમેઈલ કરવા માટે બળાત્કારની બોગસ ફરિયાદ નોંધાવી મરવા મજબૂર કરવાના ગુનામાં વધુ એક મહત્વના આરોપીની ધરપકડ થઈ છે. ગુનાની તપાસ કરી રહેલી સ્થાનિક ગુન્હાશોધક શાખાએ આ ચકચારી હનીટ્રેપ કાંડમાં જેને સૂત્રધાર ગણાવેલી તે મનીષા ગોસ્વામીના પતિ ગજ્જુગીરી ભીમગીરી ગોસ્વામીની પૂર્વ બાતમીના આધારે ભચાઉથી ધરપકડ કરી છે.


Also read: જીવાદોરી સમાન ધાતવરડી ડેમને બચાવવા લોકો મેદાનમાં; કલેકટરને કરી માંગ


ગત ૫-૬-૨૦૨૩ના રોજ બનાવ અંગે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ હતી. ગુનાના સમગ્ર ષડયંત્રને અંજામ આપવામાં ભુજના ગણેશનગરમાં ભાડાના મકાનમાં રહેતા ગજ્જુગીરીએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. આ ગુનામાં અખલાક પઠાણ નામનો અન્ય એક આરોપી હજુ પણ પોલીસની પકડથી દૂર છે.

દોઢ વર્ષના સમયગાળા બાદ પાલારા જેલમાં રહીને કથિત રીતે પોતાનું ગુનાનું નેટવર્ક ચલાવતી મનીષા ગોસ્વામી સહિતના મોટાભાગના આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયાં છે. અગાઉ લાંબા સમય સુધી નાસતાં રહેલા અંજારના જાણીતા ધારાશાસ્ત્રી એવા આકાશ મકવાણાની ધરપકડ બાદ તે જામીન પર છૂટ્યો હતો.

આકાશની મુક્તિના થોડાં માસ બાદ આકાશ સાથે પ્રેક્ટિસ કરતી ભાગેડુ વકીલ કોમલ જેઠવા ૦૪-૧૧-૨૦૨૪ના રોજ નાટ્યાત્મક સંજોગોમા પકડાઈ હતી, જે તાજેતરમાં ભુજની અદાલતમાંથી જામીન મેળવી બહાર આવી ગઈ છે.
હવે આગામી દિવસોમાં અખલાક પઠાણ પણ આવી સરળતાથી ઝડપાઈ જાય તેવી શક્યતા છે.


Also read: સાવજોના ઘર ગીરનારનું જંગલ થતું જાય છે નાનુંઃ માનવ વસાહતો વધ્યાનો અહેવાલ


ગજ્જુ સહિતના આરોપીઓ વિરુધ્ધ અરેસ્ટ વૉરન્ટ જારી કરાયું હતું ત્યારે આ આરોપીઓ આટલાં સમય સુધી ક્યાં નાસતાં ફરતાં રહ્યાં હતા અને તેમને કોણે આશરો અને મદદ આપેલી તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button