આપણું ગુજરાત

આદિપુરથી દરદીને લઈને એમબ્યુલન્સ ભુજ તો પહોંચી પણ દરવાજા જ ન ખૂલ્યા

અમુક ઘટનાઓ ક્યારેક જ બનતી હોય છે, પરંતુ ધ્યાન ખેંચી જાય છે. દરદી બીમાર હોય ને સમયસર એમ્બ્યુલન્સ ન મળે તેવું ઘણીવાર બને છે, પરંતુ એમબ્યુલન્સ દરદીને લઈને આવે ને તેના દરવાજા જ ન ખૂલે તેવું લગભગ સાંભળ્યું નહીં હોય. આવી ઘટના સીમાવર્તી જિલ્લા કચ્છની કથળેલી આરોગ્ય સેવાઓની ચાડી ખાતી ઘટના ભુજની અદાણી જી.કે જનરલ હોસ્પિટલના પ્રાંગણમાં બની હતી જેમાં એક ગંભીર હાલતમાં મહિલા દર્દીને હોસ્પિટલમાં લઇ આવનારી ૧૦૮ એમ્બ્યુલેન્સનો દરવાજો ખુલ્લી ન શકતાં દર્દી, તેની સાથે આવેલા પરિજનો, પાઇલટ અને ૧૦૮માં ફરજ પર રહેલા તબીબોને એમ્બ્યુલન્સની અંદર લાંબા સમય સુધી પુરાઈ રહેવાનો વારો આવ્યો હતો.

તંત્ર માટે ફજેતી સમાન આ ઘટના અંગે જાણવા મળેલી વિગતો મુજબ શનિવારની બપોરે આદિપુરથી ડાયાલિસિસની તાત્કાલિક સારવાર માટે મહિલા દર્દીને ભુજની અદાણી સંચાલિત જી.કે જનરલ સરકારી હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અહીં લાવવામાં આવી હતી.


એમ્યુલન્સની પાછળના દરવાજામાં ક્ષતિ સર્જાતા લગભગ પોણા કલાક સુધી દરવાજાને ખોલવા મશક્ત કરવી પડી હતી. મેડિકલ ઇમરજન્સીના ગેટ સામેજ ૧૦૮ નો પાયલોટ દરવાજો ખુલવા માટે ધમપછાડા કરતો હતો પરંતુ હોસ્પિટલનો મેનેજમેન્ટ સ્ટાફ કે સિક્યોરિટી ગાર્ડ મદદે આવ્યા ના હતા. અંદર-બહાર ધક્કા માર્યાં બાદ માંડ એમ્બ્યુલન્સનો દરવાજો ખુલતા અંદર પુરાયેલા લોકોએ રાહતનો દમ લીધો હતો અને ગંભીર હાલતમાં રહેલી દર્દીને હોસ્પિટલના બિછાને લઇ જવાઈ હતી.


જનરલ હોસ્પિટલના પ્રાંગણમાં બનેલી આ ઘટનાનો કોઈ જાગૃત નાગરિકે વિડીયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દેતાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…