ક્ષત્રિય સમાજને ‘મનાવવા’ ગોંડલમાં આજે બેઠક, પુરુષોત્તમ રૂપાલાને રાહત મળશે કે પછી…
રાજકોટ: રાજકોટની લોકસભાના ઉમેદવાર કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ હાલ ચરમ સીમાએ છે (Rajkot Loksabha Seat Purushottam Rupala). ક્ષત્રિય સમાજને લઈને પોતાના નિવેદનના કારણે રાજ્યભરમાંથી વિરોધના વંટોળનો સામનો કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદિત ટિપ્પણીને કારણે તે બરાબર ઘેરાયા છે. જો કે રૂપાલાએ તેની માફી પણ માંગી હતી પરંતુ ક્ષત્રિય સમાજ કોઈ પણ રીતે માનવા માટે તૈયાર નથી અને રાજકોટ બેઠક પરથી તેની ટિકિટ કાપવાની જ ઉગ્ર માંગ કરી રહ્યા છે. તેવામાં આજે રાજકોટના ગોંડલ ખાતે એક બેઠક (Kshtriya Samaj Meeting Gondal) મળવા જઈ રહી છે. જેમાં રાજકીય/સામાજિક આગેવાનો ક્ષત્રિય સમાજને ‘મનાવવાની’ કોશિશ કરશે.
સમાજમાં રૂપાલા વિરુદ્ધ ચડેલા વંટોળને શાંત પાડવા માટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય સમાજના આગેવાન જયરાજસિંહ જાડેજા (JayrajSinh Jadeja Gondal) આગળ આવ્યા છે અને ગોંડલમાં બેઠક બોલાવી છે. આ બેઠકમાં સમાજના આગેવાનોને સાથે રાખીને ઉમેદવાર રૂપાલા અને સમાજ વચ્ચે જે ખટરાગ ચાલી રહ્યો છે તેને શાંત પાડવાની કોશિશ કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે આ બેઠક ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલના શેમાળા ગામે ગણેશગઢ ખાતે આજે સાંજે 5:30એ બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, રાજકારણીઓ, સંસ્થાઓના આગેવાનો, કરણી સેના સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
જે રીતે ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે તે રીતે કહી શકાય કે રાજ્યભરના ક્ષત્રિયો તેમજ સમાજની દરેક સંસ્થા, પાંખ લડી લેવાના મૂડમાં છે, આર-યા-પારની લડાઈના મૂડમાં છે. ક્ષત્રિય સામાજમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી જયરાજસિંહ જાડેજાનું પણ માનભેર નામ લેવાય છે તો સૌ કોઈની આજે મળનારી બેઠકના પરિણામ પર મીટ માંડીને બેઠું છે કે રૂપાલાને માફી મળશે કે પછી…
જે રીતે ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે તે રીતે કહી શકાય કે રાજ્યભરના ક્ષત્રિયો તેમજ સમાજની દરેક સંસ્થા, પાંખ લડી લેવાના મૂડમાં છે, આર-યા-પારની લડાઈના મૂડમાં છે. ક્ષત્રિય સામાજમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી જયરાજસિંહ જાડેજાનું નામ માનભેર લેવાય છે તો સૌ કોઈ આજે મળનારી બેઠકના પરિણામ પર મીટ માંડીને બેઠું છે કે રૂપાલાને માફી મળશે કે પછી…