આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

ખંભાળિયામાં ક્ષત્રિયોનો હલ્લાબોલ, પાટીલના કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી

ભાજપના અગ્રણી નેતા અને રાજકોટ સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી રહેલા પુરષોત્તમ રૂપાલા સામેનો વિરોધ હવે તીવ્ર બન્યો છે. સમગ્ર ગુજરાતમાં રૂપાલા વિરૂધ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમનો લોકાર્પણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અચાનક જ ક્ષત્રિય સમાજના લોકોએ હોબાળો મચાવ્યો હતો. તેમણે રૂપાલા હાય હાય, રૂપાલાની ટિકિટ રદ કરોના નારા લગાવ્યા હતા.

આ પણ વાંચો: પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહેલા પદ્મિનીબા વાળા થયા બેશુદ્ધ, કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષને કરાયા મુક્ત

આજ રોજ સવારે દસ વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપરાંત આગેવાનો, નગરનો જોડાયા હતા. જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમને ખુલ્લું મૂકવા પ્રદેશ પ્રમુખ પાટીલ આવ્યા અને તેમણે લોકાર્પણવિધિ કરી અને ત્યાર બાદ ઉપરના માળે કાર્યાલયનું નિરીક્ષણ કરવા ગયા હતા. તે દરમિયાન ક્ષત્રિય સમાજના લોકો કાળા વાવટા સાથે સંમેલનના મંચ સુધી ધુસી આવ્યા હતા અને ખુરશી અને બેનરોમાં તોડફોડ કરી પથ્થર મારો કર્યો હતો. સંમેલનમાં આવેલા મોટાભાગના કાર્યકરો બહાર નીકળી ગયા હતા અને ત્યારે રૂપાલા હાય હાયનો સુત્રોચ્ચાર કરાયા હતા. પાર્ટીના બેનરો અને ખુરસીઓની પણ તોડફોડ કરવામાં આવી હતી.

આ બનાવ બનતા ખુદ એસ.પી. નિતેષ કુમાર પાંડેય, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, સાથે એલસીબી, એસ.ઓ.જી., સહિતના પોલીસ સ્ટાફની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મંચને કોર્ડન કરી લીધો હતો. સંમેલન સ્થળને ક્ષત્રીય સમાજ દ્વારા ઘેરી લેવામાં આવ્યું હતું જો કે પોલીસે તમામ લોકોને સમજાવી દુર કર્યા હતા. થોડા સમય માટે માહોલ ભયાવહ બની ગયો હતો. માત્ર પોલીસના સાહસ અને સમય સુચકતાના કારણે બાદમાં પુન: કાર્યક્રમ પોલીસ સુરક્ષા હેઠળ શરૂ કરવામાં આવ્યો હતો. જો કે ધમાલ થવા સાથે જ મોટાભાગના લોકોએ ચલતી પકડી હતી બાદ ભાજપના કાર્યકરો તથા પોલીસ જ સ્થળ પર દેખાયા હતા.

આ પણ વાંચો: રૂપાલાના વિરોધમાં રાજકોટમાં ક્ષત્રિયોની મહારેલી, આ શક્તિ પ્રદર્શન ધ્રુજાવશે ભાજપને?

ખંભાળિયા ખાતે યોજાયેલા જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમના લોકાર્પણ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી મુળુ બેરા, પ્રદેશ મહામંત્રી રત્નાકરજી, રજની પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, આર.સી. ફળદુ, હકુભા જાડેજા, સહિતના નેતાઓ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…