આપણું ગુજરાત

એકને ગોળ અને બીજાને ખોળ? ક્ષત્રિય સમાજ ફરી લાલઘુમ

રાજકોટ: ક્ષત્રિય સમાજ દ્વારા પોલીસ કમિશનર કચેરીએ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને આવેદન આપવામાં આવ્યું હતું.
જેમાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા માંગણી કરવામાં આવી કે જે રીતે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનું પૂતળાં દહન કરવામાં આવ્યું હતું ત્યારે જે પગલાં પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના યુવાનો પર લેવામાં આવ્યા હતા એ જ પગલા ભાજપના લોકો દ્વારા મમતા બેનર્જીનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું એ લોકો ઉપર પણ તેવાજ પગલાં લેવામાં આવે તેવી માંગણી કરવા માં આવી.

આ પણ વાંચો: મનભેદ; ક્ષત્રિય સમાજની બે મહિલાઓ આમને-સામને- પદ્મિની બા વિરુદ્ધ ગીતા બા

આક્રોશ વ્યક્ત કરતા વિજયસિંહ જાડેજા ક્ષત્રિય આગેવાને જણાવ્યું હતું કે અમારા યુવાનોને આખી રાત જેલમાં પૂરી રાખ્યા હતા અને જુદી જુદી ગંભીર કલમો લગાડવામાં આવી હતી તો ભારત દેશમાં બે બંધારણ અસ્તિત્વમાં છે તેમના પક્ષના લોકોને શા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી એટલે તાત્કાલિક ધોરણે આ પૂતળા દહન કરતા તમામ લોકોને કાયદાકીય પગલાં લઈ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button