અમદાવાદઆપણું ગુજરાત

અમદાવાદના ગોતામાં તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન, ભાજપ-કોંગ્રેસના નેતાઓ ગેરહાજર


અમદાવાદઃ અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે આજે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું છે. ભાવનગરના વિજયરાજસિંહ ગોહિલનું ઢોલ-નગારાંના નાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પણ કાર્યક્રમમાં આવ્યા હતાં ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા છે. આ સંમેલનમાં “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ”ની જાહેરાત થશે, જેમાં પ્રમુખ ભાવનગરના વિજયરાજસિંહજી ગોહિલને બનાવવામાં આવશે

રાજપુત સંકલન સમિતિના સભ્ય હાજર રહ્યા:
રાજપુત સંકલન સમિતિના નેતાઓ રમજુભા જાડેજા, પી.ટી. જાડેજા, કરણસિંહ ચાવડા સહિતના સંકલન સમિતિના સભ્યો કાર્યક્રમમાં હાજર રહ્યાં નથી. માત્ર તૃપ્તિબા રાઓલ, સુખદેવસિંહ વાઘેલા અને અશ્વિનસિંહ સરવૈયા જ હાજર રહ્યાં છે.

વિજયરાજસિંહ ગોહિલનું સન્માન:
ભાવનગરના વિજયરાજસિંહ ગોહિલનું શંકરસિંહ વાઘેલાએ તલવાર આપી સન્માન કર્યું હતું. મહાકાલ સેના સહિતના યુવા આગેવાનોએ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પ્રતિમા આપી સન્માન કર્યું હતું. દાંતાના રિદ્ધિરાજસિંહનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

કુરિવાજોથી આપણે બહાર નિકળીએઃ અશ્વિનસિંહજી સરવૈયા

આ પ્રંસગે અશ્વિનસિંહજી સરવૈયાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં હાડકા નાખવાવાળા ઘણા ઊભા થયા હતા. રજવાડા ચલાવવાની રાજાઓ પાસે કુનેહ હતી. એટલે જ રજવાડા અને રાજ્યો ચાલતા હતા. સરદાર પટેલ કૃષ્ણકુમારસિંહજી પાસે ગયા ત્યારે તેઓ વિનંતી કરી કે, મારે ભારત દેશ બનાવવો છે તો તેઓને વધાવનાર ભાવનગરના રાજા જ હતા. એટલે તેમના પૌત્ર વિજયરાજસિંહને અમે પ્રમુખ બનાવવાનું નક્કી કર્યું હતું. તેમણે કહ્યું કે, સમાજ એકત્ર થતો હોય તો આ પદ સ્વીકારવા તૈયાર છું. આજે “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ”નો જન્મ થયો છે. આપણે છૂટા રહીશું તો આપણી પ્રગતિ નહીં થાય. આજે કોઈપણ જાતની પોલિટિકલ વાત ન કરે તેવી મારી વિનંતી છે. આપણા કુરિવાજોમાંથી આપણે બહાર નિકળીએ.

વધુમાં જણાવ્યું હતું કે, અમે સરકારનું આમ કરી નાખીશુ અને તેમ કરી નાખીશું તેવી જાહેરાત કરી હોત તો એટલા લોકો આવત કે રોડ પર જગ્યા ન રહેત પણ આ વાત કરવાની નથી. આ સમાજ કઈ રીતે આગળ વધે એ જ આપણો ઉદ્દેશ છે. આની અંદર શંકરસિંહ બાપુ પાસે વિચાર રજૂ કર્યો તો તેઓએ પણ કહ્યું કે, આ ખૂબ જ સરસ વિચાર છે. મારો પૂરો સહયોગ છે. ઓટલો મળે તો બધા એકઠા થઈ શકે એટલે આ જગ્યા આપવામાં પહેલો ફાળો શંકરસિંહ બાપુનો છે.

ભાજપ-કોંગ્રેસના એકપણ મોટા નેતા હાજર ન રહ્યા

આજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે, ભાજપના એકપણ નેતા આ કાર્યક્રમમાં હાજર રહ્યા નથી. ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના નેતાઓ હાજર રહ્યા નથી. કોંગ્રેસના આગેવાન એવા શકિતસિંહ ગોહિલ તેમજ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ પણ હાજર રહ્યાં નથી.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker