આપણું ગુજરાત

આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ પર જાણો ગુજરાતના આ સૌથી અનોખા મ્યુઝિયમ વિષે…

રાજકોટ : સામાન્ય રીતે આપણાં માનસમાં મ્યુઝિયમ એટલે એવો જ ખ્યાલ હોય કે જેમાં ઇતિહાસને લગતા પુરવાઓ સમાન શિલ્પ સ્થાપત્ય, તામ્રપત્રો, શિલાલેખો જેવી વસ્તુઓ જ જોવા મળે. અહિયાં આપણને ઇતિહાસની બનેલી ઘટનાઓને જાણવા સમજવાની તક મળે પણ આજે આપણે વાત કરવી છે ગુજરાતનાં એક એવા અનોખા મ્યુઝિયમની કે જ્યાં કોઈ દરબારગઢની વસ્તુઓ, નમુનાઓ કે એવું કઈ નહીં જોવા મળે પણ જોવા મળશે નાના બાળકોને પ્રિય એવી ઢીંગલીઓનું પ્રદર્શન. આવો જાણીએ ગુજરાતનાં ઢીંગલી મ્યુઝિયમ (doll museum) વિષે.

રાજકોટમાં આવેલું છે ગુજરાતનું સૌથી અનોખુ મ્યુઝિયમ એટલે ડોલ મ્યુઝિયમ. આ મ્યુઝિયમમાં વિશ્વના 102 થી વધુ દેશની 1600 થી વધુ ઢીંગલીઓ રાખવામાં આવી છે. જેમાં એકપણ ઢીંગલી રિપીટ નથી થતી. આ અનોખું મ્યુઝિયમ ઢીંગલીઓના માધ્યમ દ્વારા વિશ્વની સંસ્કૃતિ અને પરંપરાઓની ઝાંખી કરાવે છે. વિશ્વભરની રોટરી ક્લબોએ ઉદારતાથી આ ડોલ્સ રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉનને દાનમાં આપી છે.

આજના આધુનિક સમયમાં આપણે વિશ્વને એક ગામડામાં પરિવર્તિત કરી દીધું છે, ત્યારે અમે આ મ્યુઝિયમમાં વિશ્વના 102 થી વધુ દેશોમાંથી 1600 થી વધુ વંશીય અને પરંપરાગત ઢીંગલીઓ એકસાથે આખા વિશ્વને એક છત નીચે લાવી આપે છે. દરેક ઢીંગલીઓને અરીસાવાળા શોકેસમાં તેના પ્રદેશની અસરવાળા પરિધાનમાં પ્રદર્શિત કરવામાં આવે છે.

રાજકોટના યાગ્નિક રોડ પર આવેલ આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન 24 જુલાઇ 2004ના રોજ લાલકૃષ્ણ અડવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. હાલ આ સંસ્થા અરવિંદભાઇ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. ગુજરાતનું આ એકમાત્ર ડોલ મ્યુઝિયમ હોવાનું ગૌરવભર્યુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમજ આ મ્યુઝિયમ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button