
રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસ નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ધર્મેન્દ્રસિંહ આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 નું કરાયું આયોજન કરવામાં આવ્યું છે અને હાલ રાજકોટનું આકાશ વિશ્વભરની અવનવી ડિઝાઇનની પતંગોથી શોભાયમાન થઈ રહ્યું છે. અંદાજિત 15 દેશના પતંગ વીરો જુદી જુદી ડિઝાઈન ની પતંગો લઈ અને રાજકોટ ખાતે પધાર્યા છે અને પતંગબાજી કરી રહ્યા છે. પાંચ માળ સુધી પહોંચે તેવી મોટી પતંગો ઉપરાંત ડ્રેગન ડિઝાઇન જેવી અવનવી ડિઝાઇન આકાશને પતંગથી ભરી રહી છે. પતંગ ઉડાડવો તે ગુજરાતીઓનો શોખ છે અને પુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે. મકરસંક્રાંતિએ તેમજ બીજા દિવસે વાસી ઉતરાણ સ્વરૂપે ગુજરાતીઓ બધા કામ પડતા મૂકી અને આખો દિવસ પતંગ ઉડાડવાનો આનંદ લુટે છે. ભારતીય જનતા પક્ષે તેને ઉત્સવ સ્વરૂપે બદલ્યો છે અને વિશ્વભરમાંથી પતંગ બાજુઓને બોલાવી મહોત્સવ ઉજવે છે.
પતંગ ઉત્સવનો શુભારંભ સાંસદ મોહનભાઈ કુંડારીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યો. રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે ઉજવાઈ રહેલ પતંગ ઉત્સવ નો ચિતાર આપ્યો હતો અને રાજકોટની જનતાને આ મહોત્સવ નિહાળવા આમંત્રણ આપ્યું છે. આ પ્રસંગે મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા નેતાઓ હાજર રહ્યા હતા બહોળી સંખ્યામાં રાજકોટની જનતા આ પતંગોત્સવ માણી રહી છે.
મહાનગરપાલિકા તેમજ ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪નો ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં શાનદાર પ્રારંભ થયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં “રણછોડ રંગીલા” તેમજ “ખલાસી” વગેરે ગીતો સાથે ગરબાના તાલે વિદેશી પતંગ રસિકો ઝૂમ્યા હતા.
દીપ પ્રાગટ્ય દ્વારા પતંગોત્સવનો પ્રારંભ કરાવતા સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાએ પતંગ શોખીનોને શુભેચ્છા પાઠવી હતી. મેયરશ્રી નયનાબેન પેઢડિયાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, પતંગ આપણી લોકસંસ્કૃતિમાં વણાયેલો છે,
વિશ્વના વિવિધ દેશોના પતંગબાજો સહિત દેશના અન્ય રાજ્યોના ૩૮ જેટલા પતંગ રસિકોએ પતંગોત્સવમાં ભાગ લીધો હતો, જેમાં જર્મની, ઈરાક, મલેશિયા,ઇઝરાયેલ જોર્ડન, યુ.કે., ઈટલી, નેપાળ, લેબનોન, કોરિયા વગેરે દેશોના તેમજ ભારતના બિહાર, પંજાબ અને મહારાષ્ટ્રના પતંગ રસિયાઓનો સમાવેશ થાય છે. તેમના એક બે અને ચાર દોરીઓથી સંચાલિત અલગ અલગ પ્રકારના ફ્રેમ કેસ, સ્ટન્ટ કાઇટ્સ, પાવર કાઈટ, ટ્રેન કાઈટ, મલ્ટી કાઇટ, અટેચમેન્ટ સાથેના પતંગો, ઉપરાંત, ડ્રેગન, ગોળાકાર, ગાંધીજીના પતંગે આકર્ષણ જમાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રી રામભાઈ મોકરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર, દંડકશ્રી મનીષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળા, ડે. મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી શ્રી લીલુબેન જાદવ, મહાનગરપાલિકાના અન્ય હોદ્દેદારો તેમજ કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.