આપણું ગુજરાત

હેલિકોપ્ટર જોયરાઇડમાં ફસાઇ પતંગની દોરી, અઢી કલાક માટે રાઇડ બંધ કરવી પડી

અમદાવાદ: ગુજરાતના માન્ચેસ્ટર અમદાવાદની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલી હેલિકોપ્ટર જોયરાઇડમાં પતંગની દોરી ફસાઇ જતા રાઇડને અઢી કલાક માટે બંધ કરી દેવી પડી હતી. આ હેલિકોપ્ટર જ્યાંથી ઉડાન ભરે છે તે અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટથી સાયન્સ સિટી સુધીનો વિસ્તાર એ રહેણાંક વિસ્તાર હોવાથી આ વિસ્તારમાં અવારનવાર સ્થાનિકો પતંગ ચગાવતા હોય છે, જેથી રાઇડ સેવાને અવરોધ પહોંચી રહ્યો છે. હવે શનિરવિ દરમિયાન હેલિકોપ્ટર ન ઉડાડવાનો નિર્ણય લેવાયો છે.

મહિના પહેલા પણ આવી જ એક ઘટના બની હતી જેમાં હેલિકોપ્ટરને બર્ડ હિટ થતા ગ્રાઉન્ડ કરી દેવાયું હતું. આ ઘટનામાં હેલિકોપ્ટરના પાંખિયામાં જેવી દોરી ફસાઇ કે તરત જ પાયલટ દ્વારા લેન્ડિંગ કરી દેવાયું હતું. એ પછી મુસાફરોને પણ બહાર કાઢી એન્જિનિયરોની ટીમને બોલાવી હેલિકોપ્ટરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

હેલિકોપ્ટરમાં 5 મુસાફરોની ક્ષમતા હોય છે. રિવરફ્રન્ટ ખાતે દર શનિવાર અને રવિવારે આશરે 1500 ફૂટની ઉંચાઇ પર તે ઉડાન ભરે છે. જો કે આ ઘટના બાદ હવે ઉત્તરાયણના તહેવાર પર એટલે કે 15 તારીખ સુધી મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાઇડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હશે તેમને રિફંડ આપી દેવાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker