આપણું ગુજરાત

અમદાવાદ સહિત પાંચ શહેરમાં પતંગ મહોત્સવનો પ્રારંભ

અમદાવાદ: ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ૭ થી ૧૪ જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. મુખ્ય પ્રધાને ફેસ્ટિવલનો ફુગ્ગા ઉડાડીને પ્રારંભ કરાવ્યો હતો. પતંગ મહોત્સવમાં ૫૫ દેશના ૧૫૩ પતંગબાજ ભાગ લેશે. ૧૨ રાજ્યના ૬૮ અને ગુજરાતના ૮૬૫ પતંગબાજ પણ ભાગ લેશે, જે દેશ આ પતંગોત્સવમાં ભાગ લેવાના છે. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે દર વર્ષે વધુ ને વધુ પતંગબાજો આવે છે. પતંગ રસિકોનો આંકડો વધતો જ જાય છે. ગુજરાતમાં પતંગોનો અનેકગણો વેપાર વધ્યો છે અને શ્રમજીવીઓને રોજગારી મળી રહે છે. તેઓએ એમ પણ કહ્યું કે ગુજરાતે પોતાની સંસ્કૃતિ હંમેશા આગળ વધારી છે. આ ઉત્સવમાં અનેક લોકો ભાગ લેશે. પતંગ પર્વને ઙખ એ વિશ્ર્વ ખ્યાતિ અપાવી છે અને લોકોમાં તેનો આનંદ અનેરો હોય છે.

બીજી તરફ ૧૪ જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવ યોજાશે, જેમાં ૫૫ દેશના ૧૫૩ આંતરરાષ્ટ્રીય પતંગબાજ, ૧૨ રાજ્યના ૬૮ રાષ્ટ્રીય પતંગબાજ, ગુજરાતના ૨૩ શહરેના ૮૫૬ પતંગબાજે ભાગ લીધો છે. પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવશે. અમદાવાદ સાથે રાજકોટ, સુરત, વડોદરા અને વડનગરમાં પણ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફૅસ્ટિવલનો શુભારંભ થયો છે, ત્યારે ૧૪ જાન્યુઆરી સુધી આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી થશે. જ્યારે પતંગ મહોત્સવનું ૮મીએ વડોદરા, ૯મીએ કેવડિયા-દ્વારકા, ૧૦મીએ સુરત-રાજકોટ, ૧૧મીએ ધોરડો-વડનગરમાં પણ આયોજન કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button