ગુજરાત સરકારના કૃષિ રાહત પેકેજથી કિસાન સંઘ નારાજ, પેકેજને ખૂબ ઓછું ગણાવ્યું…

અમદાવાદઃ ગુજરાત સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજથી ભારતીય કિસાન સંઘ પણ નારાજ છે. કૃષિ નુકસાની સામે સરકારે જાહેર કરેલ રાહત પેકેજ ખૂબ ઓછું ગણાવ્યું હતું. રાજ્ય સરકારના કૃષિ પેકેજ ઉપર ભારતીય કિસાન સંઘ પ્રદેશ મહામંત્રી આર. કે. પટેલે જણાવ્યું હતું કે, સરકારે કયા માપદંડના આધારે ગણતરી કરી તે સમજાતું નથી. નુકસાની ખરેખર જેને થઈ છે, તેની સામે સરકારની રકમ કંઈ જ નથી. તેમણે દાવો કર્યો હતો કે આગામી સમયમાં ખેડૂતો આક્રોશિત થશે તો કિસાન સંઘ તેમાં જોડાશે. સરકારે કોઇ માપદંડ જાહેર કર્યા વગર જ રાહત પેકેજ જાહેર કરી દીધું છે.
સરકારે રાહત પેકેજ અંગે પુનઃ વિચારણા કરવાની જરૂર
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને સમૂહમાં મદદ કરી છે તે આવકારદાયક છે. સરકારે રાહત પેકેજ અંગે પુનઃ વિચારણા કરવાની જરૂર છે. 100 ટકા નુકસાની અને 25 ટકા નુકસાની બંનેને સરખું વળતર કેમ હોય શકે. 10,000 કરોડના ઐતિહાસિક પેકેજની વાતો સરકાર કરતી હોય તો, ખેડૂતોના ભાગે શું આવ્યું એ મોટો પ્રશ્ન છે. ખેડૂતોનો ખર્ચાની વાત કરીએ તો, પર વીધે 18000 થી 28000 જેટલો ખર્ચ છે. આજે પ્રકારનું ખેડૂતોને નુકસાન થયું છે તે ખર્ચ પહેલા નુકસાનને બહાર કાઢવાનું પણ નથી.
ખેડૂતોમાં આક્રોશ
કિસાન સંઘે દાવો કર્યો હતો કે, સરકાર અને સમાજ જેને ખરેખર નુકસાન થયું છે એના માટે કશું નથી. સમાજના સૃષ્ટિઓ સમાજના ઉદ્યોગપતિઓએ આગળ આવવું જોઈએ. સરકારે પોતાની મર્યાદા બતાવી દીધી કે બે હેક્ટર પૈસા આપી શકીશું. સમાજે હવે આગળ આવવું પડશે. ખેડૂતોમાં સરકારના પેકેજથી અસંતોષ છે. ખેડૂતોમાં આક્રોશ છે. જો ખેડૂતો આગળ આવશે તો ભારતીય કિસાન સંઘ પણ ખેડૂતોના પડખે રહેશે.
આર.કે પટેલે કહ્યું હતું કે, સરકારે જે આધારે આ પેકેજ જાહેર કર્યું છે તેનો આધાર મૂકવો જોઈએ. ખેડૂતો માટે ઘાસચારો પણ ન આવે એ પ્રકારનું પેકેજ છે. સરકારે પુનઃ વિચાર કરવાની અમારી માંગ છે. સરકારે પિયત અને બિન પિયતની બાબત કાઢી નાંખી એ આવકારદાયક છે.
આ પણ વાંચો…‘જગતના તાત’ની હિંમતને સલામ! માવઠાએ બગાડ્યું, પણ ખેડૂતોએ હાર ન માની; આ જિલ્લામાં વાવેતરની નવી શરૂઆત…



