Top Newsઆપણું ગુજરાત

કિંજલ દવેના ભૂતપૂર્વ ફિયાન્સેએ કિંજલને ‘બેવફા’ ગણાવીને કટાક્ષ કરતી પોસ્ટ મૂકી…………..

અમદાવાદઃ સિંગર કિંજલ દવેને ન્યાત બહાર કરવામાં આવ્યાના વિવાદ વચ્ચે સગાઈનું રિસેપ્શન યોજ્યું હતી. જેમાં ગુજરાતના કલાકારો, સેલિબ્રિટી ઉમટ્યા હતા આ દરમિયાન કિંજલ દવેના ભૂતપૂર્વ ફિયાન્સ પવન જોશીએ તેને બેવફા ગણાવીને કટાક્ષ કરતી પોસ્ટ મૂકી છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, હું નથી ઇચ્છતો કે મારું આખું જીવન જતું કરતા રહેવામાં જ વિતે. હું હવે પછી એવી વ્યક્તિ સાથે બંધાયેલો રહેવા માંગુ છું જે મને ક્યારેય જવા ના દે, જે હંમેશા મારી સાથે રહે અને જે વફાદાર હોય.

યુઝર્સ કરી રહ્યા છે કોમેન્ટ

પવન જોશીની આ પોસ્ટ પર લોકો અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું, “એકલો પણ ખુશ.” બીજાએ લખ્યું, “સન્માન છે ભાઈ.” અન્ય એકે કહ્યું, “ભાઈ આગળ વધો… નસીબ તમારી રાહ જોઈ રહ્યું છે….” વધુ એક કોમેન્ટમાં લખ્યું હતું, “ક્યારેય હાર ન માનતા બ્રો.”

કિંજલ દવેએ ન્યાત બહારના ફતવાને ઘોળીને પી જઈ સગાઈનું રીસેપ્શન યોજ્યું હતું. જેમાં અનેક સેલિબ્રિટી હાજર રહ્યા હતા. આ અંગેના વીડિયો પણ વાયરલ થયા હતા. અમદાવાદની એક ક્લબમાં યોજાયેલા સગાઈ રિસેપ્શનમાં ગીતા રબારી, ખજૂરભાઈ, હીતુ કનોડિયા અને તેની પત્ની, પ્રફુલ દવે, ઈશાની દવે, હાર્દિક દવે, રાકેશ બારોટ, જીગ્નેશ બારોટ, ઉર્વશી રાદડિયા, અલ્પા પટેલ, કાજલ મહેરિયા હાજર રહ્યા હતા. આ ઉપરાંત મોનલ ગજ્જર, તત્સત અને આરોહી, કુશલ મિસ્ત્રી, તરુણ જાની, ‘લાલો’ ફિલ્મની ટીમ પણ ઉપસ્થિત રહી હતી.

રિસેપ્શનમાં હાજરી આપવા આવેલા સેલેબ્સ ગરબે પણ ઘૂમ્યા હતા. સગાઈ રિસેપ્શનમાં કિંજલ દવે લાલ કલરની સાડીમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે કિંજલ દવેની સગાઈનો વિવાદ છેલ્લા થોડા દિવસથી ચર્ચામાં છે. તેની આંતરજ્ઞાતિય સગાઈના વિવાદ વચ્ચે કિંજલ અને તેના પરિવારે સગાઈ રીસેપ્શનની ધામધૂમથી ઉજવણી કરી હતી.

ચાર ચાર બંગડી ગીતથી ગુજરાત સહિત દેશ-વિદેશમાં જાણીતી થયેલી ગુજરાતી સિંગર કિંજલ દવેએ તાજેતરમાં એક બિઝનેસમેન સાથે સગાઈ કરી હતી. આ બિઝનેસમેન બ્રહ્મ સમાજથી ન હોઈ અને આંતરજ્ઞાતિય છે તેવી ફરિયાદ સાથે ઔદિચ્ય બ્રહ્મ સમાજે વિરોધ નોંધાવ્યો હતો. કાંકરેજના શિહોરી ખાતે સમાજની મળેલી બેઠકમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવા નિર્ણય લેવાયો હતો. આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે નારાજગી રજૂ કરીને કિંજલ દવેના પિતા અને પરિવારને બ્રહ્મ સમાજમાંથી આજીવન બહાર કરવાની જાહેરાત કરી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button