ખ્યાતિ હોસ્પિટલ કાંડઃ ગેરકાયદે કાર્ડિયાક સર્જરી કરતા હો તો સુધરી જજો…
PMJAY: અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં મહેસાણા જિલ્લાના બોરીસણા ગામના 19 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. આ પૈકી 7 દર્દીઓમાં કોઇપણ પ્રકારની સંમતિ વિના જ સ્ટેન્ટ પણ લગાવી દેવામાં આવ્યું હતું. જેમાંથી બે દર્દીઓ સ્ટેન્ટ લગાવ્યાના થોડા જ કલાકમાં મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય પાંચ દર્દીઓનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. આ ઘટના બાદ રાજ્યમાં PMJAY મા યોજના અંતર્ગત કરાતી કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસક્યુલર સર્જરી માટે સરકાર SOP ટૂંક સમયમાં જાહેર કરશે.
આ પણ વાંચો : ખ્યાતિ હૉસ્પિટલ કાંડઃ સફાળી જાગેલી સરકાર જ બનશે ફરિયાદી, બોરીસણા ગામમાં માતમ
જવાબદારને છોડવામાં આવશે નહીં
અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલમાં બનેલી ઘટના સંદર્ભે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે આ ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સમીક્ષા બેઠકમાં સમગ્ર ઘટનાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ ઘટનામાં જવાબદાર કોઈને પણ છોડવામાં આવે નહીં.
કાર્ડિયાક ઓપરેશન થિયેટર ફરજિયાત રહેશે
ધનંજય દ્વિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે પી.એમ.જે.એ.વાય.માં યોજના અંતર્ગતની મુખ્ય પાંચ ઇમરજન્સી સર્જરીના વ્યવસ્થાગત મજબૂતીકરણ માટેની SOP તૈયાર કરવામાં આવશે, જે મુજબ પ્રાથમિક તબક્કે કાર્ડિયોવાસ્યુકર સર્જરી સંદર્ભે PMJAY એમ્પેલન્ડ હોસ્પિટલમાં કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસક્યુલર સર્જરી બન્ને હોય તો જ કાર્ડિયોલોજી પેકેડ માટે માન્યતા (સિવાય કે હાર્ટ એટેકના કિસ્સામાં પ્રાયમરી એન્જિયોપ્લાસ્ટી કરવાની જરૂર હોય) આપવામાં આવશે.
કાર્ડિયોલોજી સ્પેશિયાલિટી અંતર્ગત ડૉકટરે કામગીરી કરવા માટે ફુલ ટાઈમ કાર્ડિયોલોજીસ્ટ જરૂરી છે. વધુમાં ડોક્ટર પોસ્ટ DM/MCH ૨ વર્ષનો અનુભવ ફરજિયાત રહેશે. કાર્ડિયોલોજી પેકેજ માટે કેથલેબ ઉપરાંત કાર્ડિયાક ઓપરેશન થિયેટર ફરજિયાત રહેશે.
આ પણ વાંચો : Gujarat માં વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 67.13 ટકા મતદાન
વિઝિટિંગ કાર્ડિયોલોજીસ્ટ અથવા કાર્ડિયોવાસ્યુકર સર્જરીને PMJAY અંતર્ગત માન્યતા મળશે નહીં. PMJAY ના હાઇ પેકેજ વોલ્યુમના દાવાઓના મોનેટરીંગ માટે વધારાના સુપર સ્પેશ્યાલિસ્ટની સેવા લેવામાં આવશે.