PMJAY યોજના અંતર્ગત સરકારે ખ્યાતિ હોસ્પિટલને પાંચ મહિનામાં આટલા કરોડ રૂપિયા ચૂકવ્યા
અમદાવાદઃ શહેરની ખ્યાતિ હોસ્પિટલમાં ડોકટરોએ PMJAY યોજના અંતર્ગત વધુ રૂપિયા મેળવવા દર્દીઓના પરિવારોને જાણ કર્યા વગર એન્જીયોપ્લાસ્ટી કરી દીધી હતી, જેણે કારણે બે દર્દીઓને મોત નિપજ્યા હતાં. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સરકાર સફાળી જાગી છે અને તાપસ હધા ધરવામાં આવી છે, હવે ખ્યાતિ હોસ્પિટલ અન્ય ઘણા કોભંડો બહાર આવી રહ્યા છે.
હોસ્પીટલે PMJAY યોજના હેઠળ આટલી રકમ મેળવી:
એક અહેવાલ મુજબ PMJAY યોજના હેઠળ છેલ્લા જૂન 2024થી 12મી નવેમ્બર 2024 સુધીના પાંચ મહિના અને 12 દિવસના સમય ગાળા દરમિયાન 650 કેસમાં સારવારને માટે 3.66 કરોડ જેટલી જંગી રકમ મેળવી છે. જેમાં સૌથી વધુ 605 કેસ હૃદયરોગના દર્દીઓને લગતા હતા અને તેમની સારવાર પેટે સરકારે 2.77 કરોડ જેટલી મોટી રકમ ચૂકવી છે. હૃદયરોગ સિવાયની અન્ય સર્જરી પેટે સરકારે ખ્યાતિ હોસ્પિટલને 89.87 લાખ ચૂકવ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતના આરોગ્ય વિભાગે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને જૂન 2024થી 12મી નવેમ્બર 2024 સુધીમાં 380 એન્જિયોગ્રાફી, 220 એન્જિયોપ્લાસ્ટિ અને 36 બાયપાસ સર્જરી સહિતના હૃદયરોગના કેસની સારવાર પેટે 2.77 કરોડ ચૂકવ્યા છે. તમામ પૈસા PMJAY યોજના હેઠળ મેળવાયા હતા. જેમાં ખ્યાતિ હોસ્પિટલને 220 ડાયગ્નોસ્ટિક એન્જિયોગ્રામની સારવાર માટે 49,78,836 રૂપિયા, 36 કોરોનરી બાયપાસ સર્જરી માટે 6,12,540 રૂપિયા, 380 કોરોનરી એન્જિયોગ્રાફી માટે રૂ. 6,82,640ની રકમ સરકાર પાસેથી મળી છે.
આ પણ વાંચો…..અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ; પાંચ સંચાલકો સામે માનવવધનો ગુનો નોંધાયો
આ ઉપરાંત બે AICD (ડબલ્લ ચેમ્બર) માટે રૂ. 06,400, બે ડબલ્લ વાલ્વ પ્રોસિજર માટે રૂ. 27,695, બે મિટુલ વાલ્વ માટે રૂ. 18,780, એક ઓર્ટિક વાલ્વ માટે રૂ, 3.49,390, બે ટ્રિપલ વાલ્વ પ્રોસીજ માટે રૂ ,85,180, એક ઓર્ટો બાયપાસ માટે રૂ. 65,145, એક કાયમી પેસમેકર (ડબલ ચેમ્બર) માટે રૂ. 33,630, એક ઓર્ટો ઇલિયાક બાયપાસ માટે રૂ. 32,570, એક PDA કલોઝર વાયા થોરાકોટોમી માટે રૂ. 6,240, એક એન્જિયોગ્રાફી માટે રૂ. 669 સહિત કુલ 650 કેસમાં રૂ. 3,66,87,143ની રકમ ખ્યાતિ હોસ્પિટલને સરકાર પાસેથી મળી છે.