આપણું ગુજરાત

ખોડલધામ અને ઉમિયાધામે કેશુબાપાનો ‘બખૂબી’ ઉપયોગ જ કર્યો: 27 ઑક્ટો, ખાંડા ખખડાવશે કુર્મી પાટીદારો

ગુજરાતમાં આજે ભારતીય જનતા પાર્ટીની જે પણ સ્થિતિ છે તેના મૂળમાં કોઈ હોય તો ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ સવદાસભાઈ પટેલ. પણ કથિત સતાંધ ભાજપા અને સર્વ પાટીદાર સમાજ બાપાના યોગદાનને ઉવેખીને સમાજ વચ્ચે પોતાનું રાજકારણ ચલાવે છે તેવી હૈયા વરાળ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈના પુત્ર ભરત પટેલની છે. 29 ઓક્ટોબરના રોજ બરાબર એક મહિના પછી કેશુભાઈ પટેલની પૂણ્યતિથિ આવે છે તે પહેલા દેશભરમાથી કુર્મી પાટીદારોને એક મંચ કરવા તખ્તો તૈયાર થઈ રહ્યો છે. જેમાં કેશુભાઈ પટેલના યોગદાનથી માંડીને સામાજિક એકત્રિકરણ પર ભાર મૂકવામાં આવશે. કેશુભાઈના પુત્ર ભારત પટેલે ત્યાં સુધી કહી દીધું કે ખોડલધામ અને ઉમિયાધામે પણ બાપાનો ઉપયોગ જ કરી લીધો. આજ સુધી કોઈએ કેશુભાઈ પટેલના યોગદાનને સાર્વજનિક મૂલવાય તેવું કોઈ જ કામ નથી કર્યું. રાજકોટના ભાજપાઈ નેતાઓ હોય કે અમરેલીના નેતાઓ. આજે ભલે કહે બાપા હૃદયસ્થ છે. પણ હકીકતમાં કશું જ દર્શાતું નથી.

આગામી 27 ઓકટોબરે કેશુભાઈની પૂણ્યતિથિએ દેશભરમાથી કુર્મી પાટીદાર રાજકોટના આંગણે એકત્રિત થશે અને સામાજિક એકતા સાથે સમાજ ચેતનાને જાગૃત કરવા ‘મહા મંથન.’ કરશે. આ પહેલા અત્યારે જ એવી માંગણી ઉઠી છે કે રાજકોટના નવ નિર્મિત આંતર રાષ્ટ્રીય એરપોર્ટ હીરાસરને કેશુભાઈ પટેલ આંતર રાષ્ટ્રીય એયરપોર્ટનું નામાભિધાન કરવામાં આવે. કેશુભાઈ પટેલ સંલગ્ન બાબતોમાં એવો પણ આરોપ કરવામાં આવી રહ્યો છે કે, આજે રાજ્યની કોઈ પણ સાર્વજનિક જગ્યાઓ પર કેશુભાઈ પટેલનું નામ જોડવામાં નથી આવ્યું. રાજયભરમાં અગણિત યોજનાઓ,પ્રકલ્પ ખુલ્લા મુકાય છે પણ ક્યાય કેશુબાપાનો ઉલ્લ્ખ સુદ્ધાં નથી. કૃષિ કે સહકારી ક્ષેત્રએ પણ બાપાને જાણે વિસારે પાડી દીધા હોય તેવું વાતાવરણ છે.

2015માં પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલ સાથે સહયોગી રહેલા ચિરાગ પટેલે કુર્મી પાટીદારોને રાજકોટમાં એકત્રિત કરવા બીડું ઉઠાવ્યું છે. આ ચિરાગ પટેલ હાર્દિક થી છૂટા થયા બાદ ભાજપમાં જોડાયા હતા. સહ આંદોલનકારી રેશમાં પટેલ પણ ભાજપમાં જ ગયા હતા. સમયાંતરે ચિરાગ પટેલે ભાજપને અલવિદા કહ્યું અને રેશમાં પટેલ પણ વાયા NCP, હવે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં CBIની કૉલ સેન્ટર્સ પર સર્જિકલ સ્ટ્રાઈક-એક સાથે 350 જણની ટીમ ત્રાટકી

ભરત પટેલનું કહેવું છે કે, રાજકોટ ભાજપના ધૂરંધર નેતાઓ કેશુ ભાપા અને ચીમન શુક્લની આગેવાનીમાં તૈયાર થયા છે. પણ હવે તેઓ ભૂલી ગયા છે. સ્વાર્થના રાજકારણથી સતાની સીડી સડસડાટ ચઢવામાં પાયો અને પગથિયાં વિસરાયા છે. રાજ્યમાં એયર પોર્ટ ખૂલ્યા, નવા બ્રિજ બન્યા પણ બાપાને કોઈએ ,ક્યાંય યાદ ના કર્યા. આ સામેથી કરવાનું હોય જેથી નવી પેઢીને જૂના લોકો-નેતાઓ યાદ રહે. માત્ર પદ્મભૂષણ પુરસ્કાર આપી દીધો પણ એ સન્માન ઓછું કહેવાય. જો કે આપ્યું એ સારી વાત છે. ભારત બહાર 200 દેશોમાં કુર્મી પાટીદારો વસે છે તેમને રાજકોટ આમંત્રિત કરવા માટેના પ્રયાસો જારી છે.

29 ઓકટોબરે કેશુબાપાની પુણ્યતિથિએ ધંતેર્સ્નો તહેવાર હોય આ કાર્યક્રમ બે દિવસ અગાઉ એટલે કે 27 ઓકટોબરે યોજવા માટે તૈયારીઓ ચાલી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button