આપણું ગુજરાત

દીવના ઘોઘલા બીચ પર ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ 2025 નો શુભારંભ, દેશમાં પ્રથમવાર થયું છે આવું આયોજન…

દીવઃ દીવના ઘોઘલા બીચ પર ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ 2025નો શુભારંભ થયો હતો. ભારતમાં પ્રથમ વખત જ આવું આયોજન થયું છે. દેશના 1000થી વધુ ખેલાડીઓ વિવિધ રમતમાં તેમની પ્રતિભા દર્શાવશે. આ સમારોહમાં કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવિયા અને દીવ-દમણના પ્રશાસક પ્રફુલ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અનક રાષ્ટ્રીય સ્તરના ખેલાડી પણ હાજર રહ્યા હતા.

આ બીચ ગેમ્સમાં કબડ્ડી, રસ્સા ખેંચ, બીચ વૉલીબોલ, બીચ ફૂટબોલ, બીચ બોક્સિંગ સહિત અનેક રોમાંચક રમતનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ દેશમાં બીચ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવાનો તથા યુવાનોને રમત પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે.

X

મનસુખ માંડવિયાએ કહ્યું, બીચ ગેમ્સ માત્ર રમતને પ્રોત્સાહન આપવાનો મંચ નથી પરંતુ દેશના દરિયાકાંઠાની સુંદરતાને વિશ્વ સમક્ષ લાવવાનો છે. દીવ જેવા સુંદર સ્થળ પર આ પ્રકારના આયોજનથી પર્યટન અને રમત બંનેને પ્રોત્સાહન મળશે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, વડા પ્રધા નરેન્દ્ર મોદીની દૂરંદેશી અંતર્ગત દીવને ભવિષ્યમાં બીચ ગેમ્સના આયોજન કેન્દ્ર તરીકે વિકસિત કરાશે. તેનો ઉદ્દેશ દીવને ન માત્ર પ્રવાસન સ્થળ પરંતુ સ્પોર્ટ્સ ટુરિઝમ ડેસ્ટિનેશનના રૂપમાં સ્થાપિત કરવાનો છે. આ નવું ભારત માત્ર સપના જ બતાવતું નથી પરંતુ તેને સાકાર કરવાનો અવસર પણ આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button