ખેલ મહાકુંભઃ સૌરાષ્ટ્રમાંથી કુલ આટલા મહિલા-પુરુષ ખેલાડીએ કરાવી નોંધણી
સૌરાષ્ટ્રભરમાંથી ખેલ મહાકુંભ 2.0માં કુલ 19,59,060 મહિલા-પુરુષ ખેલાડીઓએ નોંધણી કરાઈ છે. ખેલ મહાકુંભમાં રાજ્યભરના 66,16,763 ખેલાડીઓએ નોંધણી કરાવી છે. જેમાં 41,12,055 પુરુષ અને 25,04,708 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
રાજ્યમાં ગુજરાતમાં દેશનો સૌથી મોટો રમતોત્સવ ખેલ મહાકુંભ 2.0નો આગામી મહિનાથી પ્રારંભ થવાનો છે. સુરેન્દ્રનગર સિવાય સૌરાષ્ટ્રમાં કુલ 19,59,060 મહિલા-પુરુષ ખેલાડીઓની નોંધણી થઇ છે.
રજિસ્ટ્રેશન કરવા રાજકોટ શહેરના ખેલાડીઓ જાણે નિરુત્સાહ હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરના 83,310 ખેલાડીએ, જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 1,67,312 ખેલાડીનું રજિસ્ટ્રેશન થયું છે. આ જ રીતે સૌરાષ્ટ્રના અન્ય શહેરોનું રજિસ્ટ્રેશન પણ ઓછું થયું છે. જેમાં જામનગરમાં 70,226 સામે ગ્રામ્યમાં 1,44,665, જૂનાગઢમાં 1,29,313 સામે ગ્રામ્યમાં 2,50,048, ભાવનગરમાં 1,20,405 સામે ગ્રામ્યમાં 2,43,836 ખેલાડીનું રજિસ્ટ્રેશન થયું છે. આગામી ખેલ મહાકુંભમાં પાંચ નવી રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે.