આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ખેડાઃ નડિયાદમાં લૂંટારૂઓનો નિષ્ફળ પ્રયાસ, વેપારીએ બહાદુરી બતાવી

ખેડાઃ ગુજરાતમાં લુટની ઘટનાઓ દિવસે-દિવસે વધી રહી છે. તાજેતરમાં થયેલી કચ્છની લૂંટની ઘટના બાદ વધુ એક વેપારીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખેડા જિલ્લાના સાથ બજારમાં ગોળીબાર કરીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બે લૂંટારુઓએ હવામાં ફાયરિંગ કરીને એક ઝવેરીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.

બે લૂંટારુઓ હવામાં ગોળીબાર કરી ફરાર

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બે લૂંટારુઓએ હવામાં ગોળીબાર કર્યો હતો, આ દરમિયાન બીજો એક મદદગાર દૂર ઊભો હતો. બજારમાં દુકાન બંધ કરતી વખતે પૂર્ણાંક સાલુકે નામના વેપારીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લૂંટારુઓ હવામાં ગોળીબાર કરતા લોકોમાં ભય ફેલાયો હતો.

Also read: અમદાવાદના જ્વેલરી શોપમાં ધોળા દિવસે લૂંટ, દુકાનદારે પહેલો ચેન પણ લુંટી ગયા

CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી

લૂંટારુઓએ વેપારી પાસેથી રૂ. 50 હજાર રોકડા ભરેલી બેગ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વેપારીએ બેગ છોડી નહીં અને ડરના કારણે લૂંટારુઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, ડીવાયએસપી સહિતનો પોલીસની ટીમે તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

તાજેતરમાં નખત્રાણામાં જ્વેલર્સ લૂંટાયો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા નવાવાસમાં જ્વેલર્સના વેપારીને લૂંટારાઓએ છરી મારી દાગીના ભરેલી બેગ લૂંટી રફુચક્કર થઈ ગયા હતા. વેપારી નિલેશ સોનીને લૂંટારા છરી મારી દાગીના ભરેલી બેગ લૂંટી રફુચક્કર થઈ ગયા હતા. વેપારી દુકાનેથી ઘરે જતા હતા ત્યારે કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button